ગુજરાત
News of Monday, 10th September 2018

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રેસિડન્સ તબીબ યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ

 

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રેસિડન્સ તબીબે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ENTની તબીબ યુવતીએ ઉંઘની વધુ પડતી ગોળીખાઇને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. કામના ભારણને લઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યાની ચર્ચા જોવા મળી હતી. વરાછા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

(10:29 pm IST)