News of Monday, 10th September 2018
મહેમદાવાદમાં પોશના ડોડાના વેપારીને મોટા જથ્થા સાથે રંગે હાથે ઝડપ્યો
ખેડા:પોલીસે મહેમદાવાદ મોટી વહોરવાડમાં રહેતા વેપારીને પોશ ડોડાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.
એસઓજી ખેડા પોલીસને માહિતી મળી હતી કે મહેમદાવાદ મોટી વહોરવાડમાં રહેતા મહંમદમીયાં લાલુમીયાં ગાંધી (વહોરા) પોતાની ગાંધી એન્ડ સન્સ દુકાનમાં અન્ય ગાંધીના સરસામાનની આડમાં ગેરકાયદેસર પોશડોડાનો વેપાર કરે છે. જેથી પોલીસે દુકાનમાં દરોડો પાડી તલાશી લેતા પોશડોડા ૩૫ કિલો રૂપિયા ૮૭૫૦નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે મહંમદમીયાં ગાંધીની અટકાયત કરી મહેમદાવાદ પોલીસને સોંપેલ છે.
આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(5:19 pm IST)