ભારત બંધની ગુજરાતમાં અસર
બનાસકાંઠાના દાંતામાં ઉગ્ર વિરોધી દેખાવોઃ દાંતા- અંબાજી માર્ગ ઉપર ટાયરો સળગાવ્યા
***
મહેસાણામાં કોંગ્રેસ આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણઃ કોંગીજનો બજારો બંધ કરાવવા નિકળેલ
***
સાબરકાંઠામાં કોંગ્રેસના હોદ્દેદારો અને મહિલા કાર્યકરો સહિત ૫૦ની અટકાયત
***
હિંમતનગરમાં બજારો બંધ કરાવતા કોંગી કાર્યકર્તાઓની પાંચ બત્તી વિસ્તારમાં અટકાયત
***
અમદાવાદના કૃષ્ણ નગરમાં કોંગી કાર્યકરોની અટકાયતઃ ચકકાજામ કરતા હતાઃ ટીંગાટોળી કરી લઇ ગયા
***
વડોદરામાં સીટી બસના ૬૨ રૂટ ઉપર ૧૪૦ બસ બંધ : એકાદ લાખ મુસાફર ભાઇ-બહેનોને હેરાનગતિ
***
સવારે ગોધરામાં બંધની અસર ખાસ નહોતી
***
તાપીઃ સ્વેચ્છિક બંધ પળાઇ રહયો છેઃ ખાનગી શાળા-બજારો સ્વેચ્છાએ બંધ
***
પાટણમાં આંબાવાડીનું કાપડ બજાર સજજડ બંધઃ
***
અમદાવાદમાં સાબરમતી-ચાંદખેડા-દિલ્હી દરવાજાના પેટ્રોલ પંપો બંધ કરાવ્યાઃ શાહીબાગમાં પણ પેટ્રોલ પંપો બંધ કરાવ્યા
***
ડીસામાં કોંગ્રેસના કાર્યકરોએ ડીઝલ-પેટ્રોલના ભાવવધારા-મોંઘવારીના વિરોધમાં દેખાવો સાથે શાળા-કોલેજો બંધ કરાવ્યા
***
મહીસાગર જિલ્લામાં બંધની અસર : લુણાવડા નગરમાં દુકાનદારો સ્વયંબંધમાં જોડાયાઃ લુણાવાડાનો બસ સ્ટેન્ડ વિસ્તાર સજજડ બંધઃ લુણાવાડા પાલિકા પ્રમુખ સહિત કોંગી કાર્યકરોની અટકાયત