ગુજરાત
News of Wednesday, 10th August 2022

વલસાડ ડેપોના કુલ 22 એસટીના ડ્રાઇવર કંડક્ટરો ઉપર તાત્કાલિક અસરથી બદલી

5 ડ્રાઇવર 05 કંડકટર વાપી ડેપો 05 ડ્રાઇવર 05 કંડકટર તથા નવસારી ડેપોના 01 ડ્રાઇવર અને 01 કંડકટરની ટ્રાન્સફર કરાઈ

વલસાડ એસટી ડિવિઝનનાં નિયત કરાયેલા સ્ટોપ પર બસ ન લઈ જતા હોવાની ફરિયાદોને લઈને વલસાડનાં વિભાગીય નિયામક દ્વારા એક સાથે 22 ડ્રાઇવર કંડકટરની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવતા એસટી તંત્રમાં ફફડાટ પેસી જવા પામ્યો હતો.

છેલ્લા ઘણા સમયથી એસ.ટી વિભાગીય કચેરીને નિયત કરાયેલા સ્ટોપ પર બસ ન લઈ જતી હોવાની ફરિયાદો મળી રહી હતી જેને લઈને વાપીથી ચીખલી વચ્ચે એક્સપ્રેસ અને લોકલનાં બસ ડ્રાઇવર અને કંડક્ટરો દ્વારા આ નિર્ધારિત કરાયેલા સ્ટોપ ઉપર જવાના બદલે બ્રિજ ઉપરથી નીકળી જતા હોવાની મુસાફરોની ફરિયાદન આધારેને લઈને ચેકિંગ સ્ક્વોડ દ્વારા હાથ ધરાયેલી આકસ્મિક તપાસમાં કુલ 22 જેટલા ડ્રાઇવર કંડક્ટરો પકડાઈ ગયા હતા.  જે તમામને તાત્કાલિક અસરથી વિભાગીય નિયામક દ્વારા અન્ય ડેપોમાં બદલી કરી દેવામાં આવતા એસટી તંત્રમાં ફફડાટ બેસી જવા પામ્યો હતો. વલસાડ એસટી નિગમના છ ડેપો પરથી દોડતી એક્સપ્રેસ અને લોકલ બસો જ મુસાફરોની આધાર હોય છે જેને લઈને એસટી વિભાગ દ્વારા સ્કવોડ તૈયાર કરી આકસ્મિક તપાસ હાથ  ધરાઈ હતી જેમાં વલસાડ ડેપો ના 05 ડ્રાઇવર 05 કંડકટર વાપી ડેપો 05 ડ્રાઇવર 05 કંડકટર તથા નવસારી ડેપોના 01 ડ્રાઇવર અને 01 કંડકટર મળી કુલ 22 એસટીના ડ્રાઇવર કંડક્ટરો ઉપર તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી

 

(9:27 pm IST)