ગુજરાત
News of Wednesday, 10th August 2022

સુરત:1.60 લાખના ચેક રિટર્નના કેસમાં અદાલતે આરોપીને બે વર્ષની સજાની સુનવણી કરી

સુરત:શહેરમાં ચાર વર્ષ પહેલાં હાથ ઉછીના આપેલા રૃ.1.60 લાખના લેણાંના પેમેન્ટ પેટે આપેલા લેણી રકમના બે ચેક રીટર્ન કેસમાં સંડોવાયેલા આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કુ.જીનલ વી.શાહે દોષી ઠેરવી બે વર્ષની કેદ,ફરિયાદીને ચેકની લેણી રકમ વળતર  તરીકે ન ચુકવે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છેવરાછા રોડ હીરાબાગ સ્થિત ક્રિષ્ણા કોમ્પ્લેક્ષમાં રહેતા ફરિયાદી મહેશકુમાર બાબુભાઈ ગોરસીયાએ મિત્રતાના સંબંધના નાતે આરોપી રાજેશકુમાર નારણભાઈ રાબડીયા(રે.શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ,વરાછા રોડ)ને સપ્ટેમ્બર-2017 માં નાણાંકીય જરૃરિયાત પડતાં રૃ.1.60  લાખ હાથ ઉછીના આપ્યા હતા.જેના નિયત સમયમાં પાછા ન આવતા ફરિયાદીએ વારંવાર ઉઘરાણી કર્યા બાદ આરોપીએ લેણી રકમના 1.10 લાખ તથા 50 હજારનો એમ બે ચેક લખી આપ્યા હતા. તે રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી.કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપીને દોષી ઠેરવી જણાવ્યું હતું કે, આરોપીએ માત્ર ફરિયાદપક્ષ ની અનુમાનનો ઈન્કાર કરીને નહીં પરંતુ પ્રોબેબલ બચાવનો રિબર્ટલ પુરાવો રજુ કરવો જરૃરી છે.

(5:00 pm IST)