ગુજરાત
News of Wednesday, 10th August 2022

સુરતના મોટા વરાછામાં દિવાળીમાં વતન જવા બાબતે પતિ-પત્ની વચ્ચે થયેલ ઝઘડાનો કરુણ અંત:પત્નીએ ઝેરી દવા ગટગટાવી જીવનલીલા સંકેલી લીધી

 સુરત : મોટા વરાછા વિસ્તારમાં રહેતા રત્નકલાકારે દિવાળીમાં વતન અમરેલી ખાતે જવાની ઇચ્છા હતી. આ મુદે તેમનો પત્ની સાથે રકઝક થયા બાદ પત્નીએ સોમવારે બપોરે ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યુ હતુ. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મોટા વરાછામાં જય સોમનાથ સોસાયટીમાં રહેતા ૪૨ વર્ષીય વિલાસબેન હરેશભાઇ ચોવટીયાએ સોમવારે બપોરે ઘરમાં ઝેરી દવા પી ગયા હતા. તેથી તેમને પરિવારના સભ્યો તરત સારવાર માટે તરત ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ફરજ પરના ડોકટરો તેને મૃત જાહેર કર્યા હતા. તપાસકર્તા ઉત્રાણ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અમૃતભાઇએ કહ્યુ હતુ કે, વિલાસબેન મુળ અમરેલીના કુંકાવાવ તાલુકાના સનાડા ગામના વતની હતા. તેમના પતિએ વિલાશબેને દિવાળીમાં વતન જવા માટે કહ્યુ હતુ. પણ વિલાસબેન ત્યાં જવાની ના પાડી હતી. આ મુદે દંપતિ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં વિલાસબેને માંઠુ લાગી આવતા આ પગલુ ભર્યુ હતુ. જયારે તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમના પતિ રત્નકલાકાર તરીકે કામ કરે છે. 

(5:00 pm IST)