ગુજરાત
News of Tuesday, 9th August 2022

બનાસકાંઠામાં લમ્પી વાયરસના લીધે દોઢ માસમા મગરાવા ગામમાં 150 ઉપરાંત પશુ મોતને ભેટયા

પશુ મોતને ભેટતા પશુપાલકોના પગ તળેથી જમીન ખસી ગઈ:ગામમાં પશુઓના વંડા ખાલી ગૌશાળા ખાલી થઈ

બનાસકાંઠામાં લમ્પી વાયરસના લીધે દોઢ માસમા માત્ર મગરાવા ગામમાં 150 ઉપરાંત પશુ મોતને ભેટતા પશુપાલકોના પગ તળેથી જમીન ખસી ગઈ. ગામમાં પશુઓના વંડા ખાલી છે.. ગૌશાળા ખાલી થઈ ગઈ છે હવે . ઘરનું ગુજરાન કેમ ચલાવવું તે મોટો સવાલ ઉભો થયો છે. પરિવારો નોધારા થયા છે..  કેમ કે, અમુક માલધારીઓએ તો લોન પર ગાયો લીધી  હતી જે પણ ન રહેતા હવે લોનના હપ્તા કેવી રીતે ભરવા તે સવાલ સર્જાયો છે.લમ્પી વાયરસમા મોતને ભેટેલા પશુઓના મોતના આંકડા તો તંત્ર છૂપાવી શકે પરંતુ પશુપાલકોની વેદના તંત્ર છૂપાવી શકશે ખરું ધાનેરા તાલુકાના મગરાવા ગામના દ્ર્શ્યો અને પરિસ્થિત હચમચાવી મૂકે તેવી છે મગરાવા ગામની પરિસ્થિતિ તંત્રની પોલ ખોલે છે.મગરાવા ગામના મોટાભાગના પશુપાલકો તેમના પશુપાલન પર જીવન નિર્વાહ કરી રહ્યા હતા. દૂધ વેંચીને ઘર ચલાવતા હતા. પરંતુ લમ્પી વાયરસની ઝપેટમાં 50થી વધુ પશુઓના મોત થયા.

આ ગામમાં 600 ગાય તો બીમાર છે. તો અમુક પશુપાલકો પાસે જેટલી પણ ગાય હતી તે તમામ લમ્પીનો શિકાર બની જતા ગામમાં આફતનું આભ ફાટ્યું છે. તો મોટાભાગના પશુપાલકોની ગાયો સંક્રમિત થઈ જતા  દૂધની આવક પણ બંધ થઈ ગઈ છે  ત્યારે હવે સરકાર પાસે સહાયની કરી રહ્યા છે માંગ.એક તરફ તંત્ર આંકડા છુપાવી રહ્યું છે જ્યારે બીજી તરફ વિપક્ષ સરકારને સહાય ન ચૂકવવી પડે તેવા આક્ષેપો કરી રહ્યું છે

(1:18 am IST)