ગુજરાત
News of Monday, 10th August 2020

સુરતના ડીંડોલી વિસ્‍તારમાં પ્રેમ પ્રકરણમાં યુવતિના ભાઇએ જ પોતાના મિત્રો સાથે મળીને છરીના ઘા ઝીંકીને યુવકને રહેંસી નાખ્‍યો

સુરત: શહેરમાં ડીંડોલી વિસ્તારની હરિદ્વાર સોસાયટીમાં પ્રેમસંબંધમાં એક ખુન થયાની ચકચારી ઘટના બનવા પામી છે. યુવતીનાં ભાઇએ જ પોતાના મિત્રો સાથે મળીને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકીને યુવકને રહેંસી નાખ્યો હતો. જ્યારે આ ઘટના ગત્ત મોડી રાત્રે બની હતી. જેમાં ડીંડોલી પોલીસે ગુનો નોંધીને સીસીટીવીના આધારે તપાસ ચાલુ કરી છે. સમગ્ર ઘટનાના વિચલિત કરતા દ્રશ્યો સીસીટીવી ફુટેજમાં લાઇવ કેદ થયા છે.

સુરતમાં લુખ્ખા તત્વો પર જાણે પોલીસનો કોઇ ખોફ જ રહ્યો નથી. તે પ્રકારે હત્યાઓનો સીલસીલો ચાલી રહ્યો છે. સુરતમાં દિવસેને દિવસે ગુનાખોરી સતત વધી રહી છે. તેવામાં છેલ્લા 15 દિવસની વાત કરીએ તો 5 હત્યાના બનાવ બન્યા છે. ગત્ત મોડી રાત્રે ડિંડોલી - નવાગામ વિસ્તારની હરિદ્વાર સોસાયટીમાં રહેતા  કપિલ સુદામ શિરશાથને છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં જ રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો.

તેઓ નિયમિત રીતે મોબાઇલ પર વાત કરતા રહેતા હતા. જો કે યુવતીનાં ભાઇ ગણેશ ચિત્તેને આની ગંધ આવી ગઇ હતી. જેથી ગણેશે પોતાની બહેનની દુર રહેવા કપિલને ઉગ્ર શબ્દોમાં આ અંગે જાણ કરી હતી. આ મુદ્દે બંન્ને ચ્ચે ઝગડો થયો હતો. ગણેશે ઠપકો આફ્યા બાદ કપિલ નિયમિત રીતે તેની પ્રેમિકાને મળતો હતો. જેથી ઉશ્કેરાયેલા ગણેશે ગત્ત રાત્રે બે મિત્રો સાથે મળીને કપિલ પર જીવલેણ હુમલો કર્યો હતો. તેની હત્યા કરી દીધી હતી.

(4:53 pm IST)