રાધનપુર પાસે અકસ્માતમાં મહેસાણા ગુજરાત જળ સંપતિ નિગમનાં ર કર્મચારીઓના મોત
પાટણ તા. ૧૦ :.. સરકારી કર્મચારીઓની ટાટા સુમો ગાડી હારીજથી રાધનપુર તરફ આવી રહી હતી. ત્યારે રાધનપુર તરફથી આવી રહેલા પીક અપ ડાબા સાથે બન્ને સામસામા અથળાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટાટા સુમોમાં સવાર બે સરકારી કર્મચારીઓના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયામ હતા જયારે પીક પડાલાના ચાલક અને અન્ય એક ઇસમને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતાં.
હાઇવે ઉપર થયેલ ગંભીર અકસ્માતની જાણ બાજુમાં આવેલ. પેટ્રોલ પંપ ઉર તેમજ બાસ્પા ગામના ગામ લોકોને થતા બચાવ કામગીરીમાં ઘટના સ્થળે દોડી આવી રોડ બાજુમાં આવેલ ચોકડીઓમાં ખાબકેલ ટાટા સુમોમાં ફસાયલા ત્રણ લોકોને મહા મહેનતે ત્રણ લોકોને બહાર કાઢવામાં આવેલ.વારંવાર અકસ્માતનો સર્જાતા લોકોનો જીવ ગુમાવવામાં આવી રહ્યા છે તો મંજૂર થયેલ ચાણસ્માં - હારીજ - રાધનપુરને ફોરલેન રોડ બનાવવા પ્રજાની માંગ ઉઠી છે.