News of Monday, 10th August 2020
વડોદરામાં ધોધમાર વરસાદ : અલગ અલગ સ્થળોએ ત્રણ મકાનો ધરાશયી : એક વ્યક્તિ દબાયો
કાલુપુરાના નાકે, જ્યુબિલી બાગ અને ઘડિયાળી પોળમાં એક એક મકાન ધરાશાયી
વડોદરાઃ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, વડોદરામાં ધોધમાર વરસાદથી જર્જરિત મકાનો ધરાશાઈ થવાની ઘટના સામે આવી છે. રાત્રી દરમ્યાન ત્રણ જર્જરિત મકાનો ધરાશાયી થયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાના સમાચાર સામે આવ્યા છે.
ગઈ કાલે રાતે કાલુપુરાના નાકે, જ્યુબિલી બાગ અને ઘડિયાળી પોળમાં એક એક પણ મકાન ધરાશાયી થયા છે. જ્યુબિલી બાગ નજીક બારદાન ગલીમાં મકાન ધરાશાયી છે. 1 વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે દવાખાને ખસેડાયો છે. ઘડિયાળી પોળમાં બંધ જર્જરિત મકાન ધરાશયી કોઈને ઇજા થઇ નથી .
(12:22 pm IST)