ગુજરાત
News of Monday, 10th August 2020

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ

આઠ તાલુકામાં 4 ઇંચ થયુ વધુ ,21 તાલુકામાં ૩ ઇંચથી વધારે અને 48 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો

ગાંધીનગર :ગુજરાતમાં મેઘ મહેરબાન છે. હવામાન ખાતાના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન 178 તાલુકામાં વરસાદ  નોંધાયો છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર શહેરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. તો વડોદરાના પાદરા, ખેડા-નડિયાદ, આણંદના તારાપુર અને ખંભાત તેમજ સાબરકાંઠાના તલોદમાં પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પાટણ જિલ્લાના પાટણ શહેરમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના આઠ તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.જયારે  21 તાલુકામાં ૩ ઇંચથી વધારે અને 48 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે 

(10:20 am IST)