ગુજરાત
News of Friday, 10th August 2018

વડોદરા રેલવે સ્ટેશને સઘન ચેકીંગ :ટ્રેનના કોચ અને મુસાફરોના સામાનની તપાસ

આરપીએફ,જીઆરપી,બૉમ્બ સ્ક્વોડ,એસઓજી અને લોકલ પોલીસ દ્વારા ચેકીંગ કરાયું

વડોદરા:વડોદરા રેલવે સ્ટેશન પર આરપીએફ જીઆરપી એ સઘન ચેકીંગ હાથ ધર્યું છે. રેલવે મુસાફરોની સુરક્ષા તથા અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી બોમ્બ સ્કવોડ તથા એસઓજીના સ્ટાફ સહિત લોકલ પોલિસને સાથમા લઇને આ ચેકીંગ હાથ ઘરાયુ હતું. વડોદરા સ્ટેશનથી અવરજવર કરનાર તમામ ટ્રેનોના કોચ સહિત મુસાફરોના સામાનનું પણ ચેકીંગ કરાયુ હતું. સામાન્ય દિવસોમા થતા ચેકિંગની સ્થિતીમા આ સધન ચેકીંગ કરવામા આવ્યુ હતું.

(10:45 pm IST)