ગુજરાત
News of Friday, 10th August 2018

અમદાવાદમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ

અમદાવાદ :અમદાવાદમાં આજ શુક્રવારે સાંજે મેઘરાજાએ મહેર કરતા એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે. તેથીસાંજના સમયે ઓફિસથી ઘરે જતા વાહન ચાલકોને પણ વરસાદમાં ભીંજાવાની તક મળી હતી. ઉલ્લેખનીય છે કે બુધવારે સાંજે પણ અમદાવાદના કેટલાય વિસ્તારો સહિત ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના ઉસ્માનપુરા વિસ્તારોમાં 1 કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. ત્યારે આજે ફરીથી મેઘરાજાએ મહેરબાન થઈને અમી છાંટણા વરસાવતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું.

(8:41 pm IST)