ગુજરાત
News of Friday, 10th August 2018

તેલ કંપનીઓ સરદાર વલ્લભાઇ પટેલની પ્રતિમા બનાવવા પાછળ કેમ ખર્ચ કરે છેઃ કેગઅે નર્મદા નદી પાસે નિર્માણ થઇ રહેલ સરદાર પટેલની પ્રતિમા અંગે સવાલ ઉઠાવ્યોઃ આટલી મોટી રકમ પ્રતિમા પાછળ વાપરવી અે ભૂલ ભરેલુ છે

અમદાવાદઃ નર્મદા નદીના પટ વચ્ચે એક બેટ પર ગુજરાત સરકાર દ્વારા લોખંડી પુરુષ સરદાર પટેલની 182 મીટર ઊંચી વિશાળ પ્રતિમાનું નિમાણ કાર્ય ચાલી રહ્યું છે. રૂ.2989 કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરદાર પટેલની  પ્રતિમા માટે સમગ્ર દેશમાંથી લોખંડ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

 

જેમાં આજ સુધીમાં સમગ્ર દેશમાંથી ખેતીના જૂના ઓજારો ગુજરાત મોકલવામાં આવી રહ્યા છે. આજ સુધીમાં એક લાખ કરતા વધારે જૂના ઓજારો એકઠા થઈ ગયા છે. સરદાર પટેલની પ્રતિમાં સાથે સાથે અહીં સરદાર સ્મારક, ગાર્ડન અને શ્રેષ્ઠભારત ભવન નામથી એક કન્વેન્શન સેન્ટરનું પણ નિર્માણ કરવામાં આવશે.
માટ 2014માં લાર્સન એન્ડ ટ્રૂબ્રોને કોન્ટ્રાક મળ્યો છે, અને પ્રોજેક્ટનો સરકાર દ્વારા જોરશોરથી પ્રચાર પણ કરાઈ રહ્યો છે. પરંતુ બધા શોર બકોર વચ્ચે પ્રતિમા પર કરવામાં આવતા ખર્ચ પર કંપ્ટ્રોલર એન્ડ એડિડર જનરલ એટલેકે  કેગ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
કેગે તેલ કંપનીઓ પર સવાલ ઉઠાવ્યો છે કે, આખરે તેલ કંપનીઓ સરદાર પટેલની પ્રતિમા પર ખર્ચ કેમ કરી રહી છે. જેના જવાબમાં ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા લિમિટેડ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન  પેટ્રોલિયમ, અને ઈન્ડિયન ઓઈલ કહે છે કે, રકમ અમે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના નિયમ પ્રમાણે વાપરી રહ્યા છીએ.
જોકે, 7 ઓગસ્ટ 2018ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવેલા કેગના અહેવાલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, સરકારી તેલ કંપનીઓ દ્વારા રીતે અને આટલી મોટી રકમ સરદાર પટેલની પ્રતિમા પાછળ વાપરવી ભૂલ ભરેલું છે.
કેગના રિપોર્ટમાં એવો પણ દાવો કરવામા આવ્યો છે કે, સીએસઆરના નિયમો પ્રમાણે કોઈપણ કંપની કોઈ રાષ્ટ્રીય વારસાના સંરક્ષણ માટે સીએસઆર ફંડનો ઉપયોગ કરી શકે છે પરંતુ સરદાર પટેલની નિર્માણાધીન પ્રતિમા રાષ્ટ્રીય વારસો નથી.  
તેલ કંપનીઓ દ્વારા સરદાર પટેલના સ્ટેચ્યૂ માટે આપવામાં આવી રહેલું ફંડ નિયમો વિરુદ્ધનું છે. કેગ દ્વારા પ્રકાશિત કરાયેલા રિપોર્ટ મુજબ ONGC વર્ષ-2016-17 દરમિયાન 50કરોડ રૂપિયા, ઈન્ડિયન ઓઈલે 21 કરોડ રૂપિયા અને બીપીસીએલ, એચપીસીએલ અને ઓઆઈએલે 25 કરોડ રૂપિયા પ્રતિમાં પાછળ પોતાના સીએસઆર ફંડમાંથી વાપર્યા છે.
પ્રજાની સુખાકારી માટે દેશના એક એક ખૂણે સીઆરસી હેઠળ વાપરવાના રૂપિયા આજે એક સ્થળે વપરાઈ રહ્યા છે. જેના કારણે દેશના અંતરિયાળ વિસ્તારો હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે અને એક જગ્યાએ અબજો રૂપિયા ઠલવાઈ રહ્યા છે. જેના કારણે માળખાકીય વિકાસમાં વિશાળ ખાઈ ઉભી થઈ ગઈ છે.

(5:42 pm IST)