ગુજરાત
News of Friday, 10th August 2018

રાજ્યમાં મેડિકલ પ્રવેશ માટે હાઇકોર્ટે મહત્વના દિશાનિર્દેશ આપ્યા

અમદાવાદ:મેડિકલ પ્રવેશ માટે ગુજરાત હાઇકોર્ટે મહત્વના દિશાનિર્દેશ આપ્યા છે. કોર્ટે ટકોર કરતા જણાવ્યું કે, ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયાને મેડિકલ પ્રવેશ માટે NRIના માત્ર ૧૫ ટકા ક્વોટા સુધી સીમિત રાખી ન શકાય. ગુજરાતના ડોમીસાઈલ હોય તો 85 ટકા બેઠકનો ક્વોટા પણ ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા માટે ઉપલબ્ધ ગણાય. હાઈકોર્ટે ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયાને 85% ક્વોટા કન્સીડર કરવા અને પ્રવેશ આપવા માટે હુકમ કર્યો છે.

(5:26 pm IST)