ગુજરાત
News of Friday, 10th August 2018

દહેગામ પોલીસે ટ્રાફિક ઝુંબેશ દરમ્યાન રીક્ષા ચાલકને દંડ ફટકાર્યો

દહેગામ:પોલીસ દ્વારા ટ્રાફિક ઝૂંબેશ દરમિયાન પકડવામાં આવેલી રીક્ષા ચાલક પાસે લાઇસન્સ અને કાગળિયા ન હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા રીક્ષાને ડિટેઇન કરવામાં આવી હતી અને રીક્ષા ચાલકને દંડ ફટકારવામાં આવ્યો હતો. તા.૬ બનેલા આ બનાવમાં રીક્ષાને પોલીસ સ્ટેશનમાં જમા કરી દેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ જ્યારે આ રીક્ષા માલીકે ત્રીજે દિવસે મેમો ભરી અને રીક્ષા છોડાવવા માટે પહોંચ્યો ત્યારે પોલીસ દ્વારા રીક્ષાની ચાવી તેને આપતા રીક્ષા માલિક રીક્ષા શોધવા ફાફે ચડયો હતો. રીક્ષા ક્યાંય ન મળતાં જોવા જેવો તાલ થયો હતો. રીક્ષા ન મળતાં પોલીસ પણ અચરજમાં પડી ગઇ હતી. થોડી વાત પોલીસ સ્ટેશનમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. તે જ સમયે રીક્ષા માલિકને ફોન આવ્યો કે તારી રીક્ષા ક્યાં પડી છે.
 

(5:08 pm IST)