ગુજરાત
News of Friday, 10th August 2018

ગાંધીનગરમાં પાર્કિંગના મામલે મેગા ડીમોલેશન હાથ ધરાયુ

ગાંધીનગર:માં પણ પાર્કીંગના મુદ્દે કોર્પોરેશનની ટીમો દ્વારા દબાણ હટાવાઈ રહયા છે આજે શહેરના મુખ્ય એવા સે-ર૧ શોપીંગ સેન્ટરમાં કોર્પોરેશનની ટીમ ત્રાટકી હતી અને શાકમાર્કેટ તેમજ શોપીંગ સેન્ટરમાં લારીગલ્લાના દબાણો તેમજ દુકાનોની બહાર ઉભા થઈ ગયેલા દબાણો હટાવવામાં આવ્યા હતા. કોર્પોરેશને દબાણમાં રહેલા કેરેટ, ટેબલ તેમજ  અન્ય માલસામાન જપ્ત કરી લીધો હતો. દબાણ ડ્રાઈવને લઈ વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. હજુ આગામી દિવસમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવનાર છે.   દબાણ મામલે સમગ્ર રાજ્યમાં વિવિધ તંત્રો આક્રમક બન્યા છે અને સરકારે પણ પાર્કીંગના મુદ્દે દબાણ હટાવ ચાલુ જ રાખવા માટે તાકીદ કરેલી છે ત્યારે ગાંધીનગર શહેરમાં કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા દબાણો હટાવવાનું શરૃ કરવામાં આવ્યું છે. 
 

(5:07 pm IST)