ગુજરાત
News of Friday, 10th August 2018

વડોદરાના લાલબાગ બ્રિજ નજીકથી એક્ટિવામાં પસાર થઇ રહેલ બે યુવાન પાસેથી 100 કિલો ચાંદી મળી આવતા તપાસ શરૂ

વડોદરા:શહેરના લાલબાગ બ્રિજથી કાશીવિશ્વનાથ મંદિર તરફ એક્ટિવા પર શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા બે યુવકોને નવાપુરા પોલીસે અટકાવીને તપાસ કરતા તેઓની પાસેથી ૧૦૦ કિલો ચાંદી મળી આવી હતી. આ જંગી ચાંદીના જથ્થા અંગે સંતોષકારક ખુલાસા નહી કરતા પોલીસે બંને  યુવકોની અટકાયત કરી તેઓની પાસેથી ૩૮.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

નવાપુરા પોલીસ મથકના પીઆઈ ડી.કે.રાવ તેમજ પીએસઆઈ એ આર મહિડા સહિતના સ્ટાફે આજે પેટ્રોલીંગ દરમિયાન બપોરે ચાર વાગે લાલબાગ બ્રિજથી કાશી વિશ્વનાથ મંદિર તરફ એક્ટિવાર પર પુરઝડપે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા એક્ટિવાચાલક રામસીંગ અંબુભાઈ નિનામા (સીતારામ પારેખ સરદાર પટેલ શાકમાર્કેટની બાજુમાં પાદરા) અને તેની પાછળ બેઠેેલા સંતોષ શંકરભાઈ પવાર (રાધાકૃષ્ણ કોમ્પ્લેક્સ, પાદરા)ને અટકાવ્યા હતા.

(5:04 pm IST)