ગુજરાત
News of Friday, 10th August 2018

મહુધાના ઉંદરામાં રમતા રમતા 10 માસના બાળકે ઝેરી દવા પી લેતા અરેરાટી

મહુધા: તાલુકાના ઉંદરામાં ૧૦ માસનો બાળક રમતા રમતા ઝેરી દવા પી ગયો હતો. જેથી મનમાં લાગી આવતા બાળકની માતાએ પણ ઝેરી દવા પી ગઈ હતી. આ બનાવની જાણ થતાં મા-દીકરાને તુરંત જ સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહુધા તાલુકાના ઉંદરા ગોપી તળાવ વિસ્તારમાં અલ્પેશભાઈ ભીખાભાઈ બારૈયા પરિવાર સાથે રહે છે. તેમની પત્નિ કિંજલબેન ઘર આગળ વાસણ ઘસતી હતી ત્યારે દસ માસનો દીકરો ધવલ રમતા રમતા ઘરમાં પડેલ શાકભાજીમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેના મોંમાંથી ફીણ નીકળવા માંડ્યું હતું. જેની જાણ થતાં માતાને થતા કિંજલબેનને લાગી આવ્યું હતું કે દીકરાએ ઝેર પીધું તો મારે જીવીને શું કરવું કરી પોતે પણ ઝેરી દવા ગટગટાવી હતી આ બનાવની જાણ થતાં કિંજલબેન (ઉં.વ.૨૨)તથા ધવલ (ઉં.વ.૮)ને તુરંત જ સારવાર માટે નડિયાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ છે. 
આ બનાવ અંગે સપનાબેન પંકજભાઈ સોલંકીએ જાણ કરતા મહુધા પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:03 pm IST)