ગુજરાત
News of Friday, 10th August 2018

NTC હેઠળ રજિસ્ટર થયેલી સંસ્થાઓએ હવે નવા કાયદા હેઠળ રજિ. કરાવવું પડશે

હવે કસ્ટમ્સ હાઉસ એજન્ટસ એસો. એનટીસી એસો. તરીકે સક્રિય નહિ રહે. : ગુજરાતની ૨૦ હજાર હાઉસિંગ સોસાયટીઓના વહીવટનું કોઇ ધણીધોરી નથી સોસાયટીઓના હિસાબોમાં ગોટાળા થાય તો સભ્યો પાસે કોર્ટમાં જવા સિવાય ઉપાય નથી

રાજકોટ તા ૧૦ : '' નોન ટ્રેડિંગ કોર્પોરેશન'' હેઠળ રજીસ્ટર થયેલી સંસ્થાઓએ હવે તેમનું રજીસ્ટ્રેશન નવા કાયદા હેઠળ કરાવી લેવું પડશે. ગુેજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સી.એલ. સોનીની અદાલતે જણાવ્યું હતું કે એનટીસી એકટ રદ કરી દેવામાં આવ્યો હોવાથી તેના હેઠળ રજિસ્ટર થયેલું કોઇપણ એસોશિયેશન કે સંસ્થા કામ કરી શકે નહિં તેમ પ્રસ્થાપીત થયેલ છે.

અમદાવાદ કસ્ટમ્સ હાઉસ એજન્ટ એસોસિયેશનનું રજિસ્ટ્રેશન એનટીસી એકટ હેઠળ જ હોવાથી તેની કાયફદેસરતાને પડકારવામાં આવી હતી. કસ્ટમ્સના કન્સાઇનમેન્ટ કિલયર કરાવવાને મુદે અમદાવાદ કસ્ટમ્સ હાઉસ એજન્ટ્સ એસોસિયેશન દ્વારા નક્કર રજુઆતો કરી ન શકાતી હોવાને કારણે આ વિવાદ થયો હતો. તેમના દ્વારા લેવામાં આવતા પગલાંની કાયદેસરતા સામે પણ ભુતકાળમાં સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જોકે આ એસોસિયેશન હવે નવા કાયદા હેઠળ રજિસ્ટર કરાવવું તે અંગે સ્પષ્ટ ચિત્ર ઉપસતું નથી. નોકે આ પ્રકારની સંસ્થાઓ એસોસિયેશન ઓફ પરસન તરીકે કામ કરી શકશે. ગુજરાતમાં એનટીસી હેઠળ રજિસ્ટર થયેલી હાઉસીંગ સોસાયટીઓની સંખ્યા ૨૦૦૦૦ જેટલી છે. આ હાઉસીંગ સોસાયટીઓનુંં આજની તારીખે કોઇ જ ધણીધોરી નથી તેમના હિસાબો પર આજે કોઇ જ નજર રાખતું નથી. પરિણામે ઘણી સોસાયટીઓમાં મોટા વિવાદો ચાલીરહ્યા છે. તેમના આર્થિક વિવાદો થાય ત્યારે તેમણે સિવીલ કોર્ટમાં જવું પડી રહ્યું છે. આ સંજોગોમાં તેમનેચોક્કસ ઓથોરિટી હેઠળ મુકવામાં આવેતેવી લોકોની લાગણી અને માંગણી છે.આ એનટીસીની સોસાયટીઓના સભ્યોને કોઓપરેટીવ હાઉસીગ સોસાયટીમાં કન્વર્ટ કરાવી દેવાનો પણ એક વિકલ્પ છે. તેમાં એનટીસીમાં શરજિસ્ટ્રશેન કરાવીને પણ જમીનની ખરીદી કરવાનો નિયમ હતો. ત્યારબાદ ફલેટના મેમ્બર બનાવવામાં આવતા હતા. હવે હાઉસીંગ સોસાયટીમાં તેનું રૂપાંતરકરાવવા માટે એનટીસીનો દસ્તાવેજ અવેન વિના હાઉસીંગ સોસાયટીના નામે કરી આપીને મદજુદ સભ્યને તેના સભ્ય બનાવી દેવાનો વિકલ્પ રહેલો છે. તેમ કરવાથી સહકાર ખાતાની દેખરેખ હેઠળ તે આવી શકે છે.

આજેય એનટીસી હેઠળ રજિસ્ટર થયેલી સંસ્થાઓમાં કોઇ પણ ઘણીઘોરી ન હોવાથી તેના વહીવટમાં ગરબડો થવાના કિસ્સાઓ બને છે. તેને કારણે સોસાયટીના સભાસદોમાં ડખા પડી રહ્યા છે. પરંતુ તેનો ઉકેલ લાવવા માટે કોર્ટનો આશરો લેવાની ફરજ પડી રહી છે.

(4:01 pm IST)