ગુજરાત
News of Friday, 10th August 2018

અમદાવાદ કોર્પોરેશનને SRPની ૨ ટૂકડીઓ ફાળવી

ગેરકાયદે દબાણો - બાંધકામ હટાવવા સમયે રક્ષણ આપશેઃ કર્મચારી પર તલવારથી હુમલા બાદ તુરંત ફાળવણી

રાજકોટ તા. ૧૦ : અમદાવાદ મ્યુનિ. દ્વારા દોઢ વર્ષ પહેલા કરાયેલી એસઆરપીની બે કુમકની માગણીને રાજય સરકારે આખરે માન્ય કરી છે. ગેરકાયદે દબાણો હટાવવા, ગેરકાયદે બાંધકામો તોડવા, ઢોર પકડવા, સંવેદનશીલ વિસ્તારોમાં ગંદકી ફેલાવતા એકમો સીલ કરવા વગેરે કામગીરીમાં દર વખતે પોલીસ રક્ષણ સમયસર મળતું ન હોવાથી બે ટુકડીઓની માગણી કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, વારંવાર રેલીઓ આવતી હોવાથી કાયમ પોલીસ બંદોબસ્ત જેવી સ્થિતિ તો થઈ ગઈ છે. દરમ્યાનમાં એસઆરપીની બે ટુકડી મંજૂર થવાની બાબતને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આવકારવામાં આવી હતી. ઉત્તર ઝોનમાં બે કર્મચારી પર તલવારથી કરાયેલા હુમલા બાદ આ માંગણી સ્વીકારાઈ છે. (૨૧.૧૩)

(11:36 am IST)