ગુજરાત
News of Friday, 10th August 2018

સુરત: ભાજપના કામરેજના ધારાસભ્યના ભત્રીજા સહિત ચાર સામે બળાત્કારની ફરિયાદ:ખળભળાટ

વરાછાની પરણીતાને ફેસબુક રિકવેસ્ટ મોકલી વાતચીતનો દોર શરુ કરીને મળવાના બહાને હિરેન એક મકાનમાં લઈ જઈ ચોકલેટ ખવડાવી બેભાન બનાવી સબંધ બાંધ્યા બાદ બ્લેકમેલ કરીને મિત્રો સાથે પણ સબંધ બાંધવા મજબુર કરી

સુરત :ભાજપના કામરેજના ધારાસભ્યના ભત્રીજા સહીત ચાર શખ્શો વિરુદ્ધ વરાછાની પરણિતાએ બળાત્કારની ફરિયાદ કરતા રાજકીય માહોલ ગરમાયો છે.પરણિતાએ હિરેન ઝાલાવડીયા, કાર્તિક ઝડફીયા, જિગ્નેશ ડાખરા, અને કલ્પેશ ડાખરા સામે બળાત્કારની ફરિયાદ સરથાણા પોલીસમાં દાખલ કરી છે.

  સરથાણા પોલીસ પાસેથી જાણવા મળેલી વિગત મુજબ વરાછાની એક પરણિતાએ બળાત્કરની  ફરિયાદ કરી છે જેમાં જણાવ્યું છે કે 13 મહિના પહેલા ફેસબુક પર હિરેન ઝાલાવડીયાએ રિકવેસ્ટ મોકલી હતી જે એકસેપ્ટ કર્યા બાદ વાતચીત થતી હતી. એક દિવસ હિરેને હું દુખી છુ તું મળવા આવ તેવું કહેતા પરણીતા મળવા ગઇ હતી ત્યારે હિરેને એક મકાનમાં લઇ જઇ ઘેનની ચોકલેટ  ખવડાવી હતી જેને કારણે તેણી અર્ધબેભાન અવસ્થામાં આવી ગઇ હતી

  હિરેને બળજબરી પૂર્વક સંબધ બાંધીને વિડીયો કલિપ ઉતારી લીધી હતી.વિડીયો કલીપને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને હિરેને તેના મિત્રો કાર્તિક, જિગેનેશ અને કલ્પેશ સાથે પણ શારીરક સંબધ બાંધવા ફરજ પાડી હતી. છેલ્લાં 13 મહિનામાં અનેક વખત હિરેન તથા તેના મિત્રોએ બળાત્કાર કર્યો હોવાનું પરણિતાએ ફરિયાદમાં કહ્યું છે.સરથાણા પોલીસે ગુનો દાખલ  કર્યો છે.  પીઆઇ એન.ડી. ચૌધરી તપાસ કરી રહ્યા છે.

   ભાજપના કામરેજના ધારાસભ્ય વિનુભાઈ ડી. ઝાલાવડીયાએ કહ્યું હતું કે સરથાણામાં હિરેન ઝાલાવડીયા સામે જે ફરિયાદ થઇ છે તેની સાથે મારે કોઇ લેવા દેવા નથી.

(9:13 am IST)