ગુજરાત
News of Friday, 10th July 2020

અમદાવાદના સેટેલાઈટના એસ્ટેટ બ્રોકરને હની ટ્રેપમાં ફસાવવા પ્રેમીના કહેવાથી માનસી બનેલી ફરાર શિવાની સાધુની ધરપકડ

પોલીસે પાંચ આરોપીને ઝડપી લીધા બાદ શિવની ફરાર હતી: પૈસા કમાવવા ટાઈગરે હનીટ્રેપની યોજના ઘડી હતી

અમદાવાદ: સેટેલાઈટના એસ્ટેટ બ્રોકરને હની ટ્રેપમાં ફસાવવા પ્રેમીના કહેવાથી માનસી બનેલી શિવાની સાધુની સોલા પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ પોલીસે પાંચ આરોપીને ઝડપી લીધા બાદ શિવની ફરાર હતી. પોલીસ તપાસમાં શિવાનીને આ કેસના આરોપી મેહુલ ઉર્ફ રવિ ઉર્ફ ટાઈગર સાથે પ્રેમ થઈ ગયો હતો. પૈસા કમાવવાની યોજના બનવતા ટાઈગરએ હની ટ્રેપની યોજના ઘડી કાઢી અને પ્રેમિકાને આ માટે તૈયાર કરી હતી.

સેટેલાઈટમાં રહેતાં અને એસ્ટેટ બ્રોકર તરીકે વ્યવસાય કરતા મનન પરીખને મેસેજ અને ફોન કરીને માનસી નામની યુવતીએ મળવા માટે બોલાવ્યા બાદ કારમાં ફરવા લઈ જવાનું કહે છે. ફરી પરત આવ્યા ત્યારે નંબર પ્લેટ વગરની કારમાં આવેલા 5 શખ્સોએ માનસીને તેના એક્ટિવા પર જવા દઈ મનન પરીખનું અપહરણ કર્યું હતું. અડાલજ પાસે મનન પરીખને ખેતરમાં લઈ જઈ આરોપીઓએ મારમારી રૂ. 10 લાખની માંગણી કરી 1 લાખ રોકડ અને સોનાની ચેઇનની લૂંટ ચલાવી હતી.

સોલા પોલીસે ગુનો નોંધી આ કેસમાં 5 આરોપીની ધરપકડ કરી હતી. જોકે હની ટ્રેપમાં સામેલ યુવતી માનસી ફરાર હતી. સોલા પોલીસે સાંજે સેરથા ગામની શિવાની ભરતભાઈ સાધુની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં શિવાનીએ માનસી બની મનન પરીખને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. શિવાની અને આ કેસના આરોપી મેહુલ ઉર્ફ રવિ ઉર્ફ ટાઈગર એકબીજાના પ્રેમમાં હતા. ટાઇગરે પૈસા કમાવા માટે હની ટ્રેપની યોજના બનાવી હતી. પ્રેમી ટાઈગરના કહેવાથી શિવાની હની ટ્રેપ કરી પૈસા પડાવવાના ગેરકાયદેસર કૃત્ય માટે તૈયાર થઈ હતી.

(11:14 pm IST)