ગુજરાત
News of Friday, 10th July 2020

ગાંધીનગર એલસીબીનો સપાટો : છ જુગારીઓ સાથે 2 લાખ રોકડ સહિત 8.50 લાખનો મુદ્દામાલ જપ્ત

જુગારીઓના 9 મોબાઈલ ફોન અને 3 કાર મળીને કુલ 8.50 લાખનો મુદ્દમાલ જપ્ત કરાયો

 

ગાંધીનગર પાસે આવેલા રાયસણ ગામમાં વિનાયક ફલોરા ફલેટમાં પાના પત્તાનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ગાંધીનગર એલસીબી 2 રેડ કરી હતી. દરોડામાં એલસીબીએ 2 લાખથી વધુની રોકડ,નવ મોબાઈલ ફોન અને 3 વાહનો મળી કુલ 8.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

શ્રાવણ મહિના શરુ થવાને હજી વાર છે પરતું શ્રાવણ મહિનાનો જુગાર પુર બહારમાં ખિલ્યો છે. ગાંધીનગર નજીક આવેલા વિનાયક ફલોરા ફલેટમાં પાના પત્તાનો જુગાર રમાતો હોવાની બાતમીને આધારે ગાંધીનગર એલસીબી 2ના પીઆઈ એચ.પી.ઝાલા અને તેમના માણસોએ દરોડો પાડ્યો હતો. જુગારીયાઓ જુગાર રમવા માટે નોટોના બંડલ લઈને બેઠા હતા પરતું અચાનક પોલીસનો દરોડો પડતા જુગારીઓને આંખે અંધારા આઈ ગયા હતા. એલસીબીએ રાકેશ કાંતિભાઈ પટેલની માલિકીના વિનાયક ફલોરા ફલેટમાંથી બે લાખથી વઘુની રોકડ સાથે 6 જુગારીયાઓ રાકેશ કાંતિ પટેલ,કૌશિક કુમાર મહેન્દ્ર પટેલ,લકી પ્રવિણ પટેલ,પ્રગ્નેશ જગદીશ પટેલ,અનિલ અમૃત પટેલ,પ્રગ્નેશ બાબુ પટેલ,દિપક અમૃત પટેલ,આશિષ મધુસુદન સોનીને ઝડપી લીધા હતા.

એલસીબીએ જુગારીઓના 9 મોબાઈલ ફોન અને 3 કાર મળીને કુલ 8.50 લાખનો મુદ્દમાલ જપ્ત કર્યો છે. એલસીબી પોલીસે જુગારીઓના વિરુદ્ધમાં ઈન્ફોસિટિ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ધરપકડ કરી હતી. ઈન્ફોસિટિ પોલીસે જુગારીઓને રાત્રે જામીન પર છોડી મુક્યા હતા.

(12:01 am IST)