ગુજરાત
News of Tuesday, 10th July 2018

પેટલાદ અને તારાપુરમાંથી પોલીસે જુગારધામ પર દરોડા પાડી સાત શકુનિઓને ઝડપ્યા

આણંદ:જિલ્લાના પેટલાદ અને તારાપુરના બે ગામોમાં પોલીસે જુગારધામ પર દરોડા પાડયા હતા. આ દરોડા દરમ્યાન પેટલાદના બોરીયા ગામેથી બે ઈસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવાયા હતા. જ્યારે બીજા ઈસમો સ્થળ પરથી ભાગી છુટ્યા હતા. તારાપુરના મોરજ ગામેથી પાંચ ઈસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવાયા હતા. આ ઈસમોની સામે જુગારધારા અન્વયે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરોડા દરમ્યાન બોરીયા તળાવ પાસેથી બે ઈસમો રંગેહાથ જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા.જ્યારે તેમની સાથેના બીજા ઈસમો પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ નિવળ્યા હતા. આ ઘટનામાં પોલીસે યજ્ઞોશ ઉર્ફે બોથો મહેન્દ્રભાઈ પટેલ, ઈરફાનશા સીકંદરશા દિવાનને ઝડપી લીધા હતા. આ બંન્ને ઈસમો પાસેથી બે મોબાઈલ અને દાવ અને અંગઝડતીમાંથી મળી કુલ ૫૩૦/-ની રકમ મુદ્દામાલ તરીકે કબ્જે લીધી હતી.

(5:24 pm IST)