ગુજરાત
News of Tuesday, 10th July 2018

આંકલાવ તાલુકાના હઠીપુરા નજીક બાઈક ચોરાતાં પોલીસ ફરિયાદ

આંકલાવ:તાલુકાના હઠિપુરા રાયણવાળા ફળિયામાં રહેતો અરવિંદભાઈ સોમાભાઈ ગોહેલ ગત ૨જી તારીખના રોજ પોતાનું બાઈક નંબર જીજે-૨૩, બીપી-૬૯૭૯નું લઈને સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે સેમફાર્મ નજીક રોડની બાજુમાં બાઈકને પાર્ક કરીને ચાવી તેમા મુકી રાખી કુદરતી હાજતે ગયો હતો દરમ્યાન કોઈ શખ્સ આવી ચઢ્યો હતો અને બાઈક ચાલુ કરીને ચોરી કરી લઈ ગયો હતો. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

(5:23 pm IST)