ગુજરાત
News of Tuesday, 10th July 2018

અમદાવાદમાં ચોમાસું સક્રિય છતાં જીવરાજ પાર્કમાં રિસરફેસ કરાયેલો રોડ ખોદી કાઢ્યો

અમદાવાદ :ચોમાસા પહેલા વાસણા APMCથી જીવરાજ પાર્ક તરફ જતો રસ્તો રિસરફેસ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ફરી આ રસ્તો ખોદી કાઢવામાં આવ્યો છે. આ રસ્તાનું કામ માંડ 10 દિવસ પહેલા જ કરવામાં આવ્યુ હતું. આ મુદ્દે રોડ અને વોટર ડિપાર્ટમેન્ટના અધિકારીઓનો સંપર્ક કર્યો તો બન્ને વિભાગે આ ખોદકામ પોતે કરાવ્યું હોવાની વાત ફગાવી એકબીજાનું નામ લેતા રહ્યા હતા.

(1:51 pm IST)