ગુજરાત
News of Tuesday, 10th July 2018

રાજ્યમાં એન્જિનિયરિંગ કોલેજોની 32 હજાર સીટ ખાલી : ફાર્માની બધી બેઠક ભરાઈ ગઈ

અમદાવાદ :ગુજરાતના વિદ્યાર્થીઓની પસંદ હવે બદલાઇ છે. તેઓ એન્જિનીયરિંગને બદલે ફાર્મા તરફ વળ્યા છે. એકબાજુ એન્જિનિયરિંગ કોલેજોની 32-32 હજાર સીટ ખાલી પડી રહી છે તો બીજી બાજુ પહેલા જ રાઉન્ડમાં ફાર્મા કોલેજની બધી જ સીટ ભરાઈ ગઈ છે. ફાર્મા કોલેજોમાં એડમિશન મેળવવા માટે 13036 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આઠ વર્ષ બાદ ફાર્મા કોલેજોની એકપણ સીટ ખાલી નથી રહી.

 

(12:00 pm IST)