ગુજરાત
News of Monday, 10th June 2019

ગુજરાતભરમાં ૩૨ હજારથી પણ વધુ શાળાઓ ખુલી ગઇ

કેટલીક સ્કુલો બે ત્રણ દિવસ પછી ખુલશે : નાના અને મોટા વિદ્યાર્થીઓ ઉત્સાહિત દેખાયા : વેકેશનના ગાળાની વિદ્યાર્થી સ્કુલ કેમ્પસમાં ચર્ચા કરતા નજરે પડ્યા

અમદાવાદ,તા. ૧૦  : ૩૫ દિવસથી વધુના ઉનાળા વેકેશન બાદ આજથી ગુજરાતભરમાં તમામ સ્કુલો ફરીવાર શરૂ થઇ ગઇ હતી. આની સાથે જ સ્કુલોમાં ચહલપહેલ જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી સ્કુલો બંધ હોવાથી સુમસામ સ્થિતિ હતી. આજે સ્કુલો ખુલી જતાં ચહેલપહેલ વધી ગઈ હતી. પ્રથમ દિવસે પહોંચેલા બાળકો એકબીજા સાથે વેકેશનના ગાળાની મજા અંગે વાતચીત કરતા નજરે પડ્યા હતા. શિક્ષકો પણ ઉત્સાહિત દેખાયા હતા. પ્રથમ દિવસે કેટલાક જરૂરી માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હતા. કેટલાક કારણોસર કેટલીક સ્કુલો હજુ ખુલી નથી. બે ત્રણ દિવસનો વિલંબ આમા થઇ શકે છે.  ગુજરાતભરમાં ૧૨ હજારથી વધારે માધ્યમિક અને રાજ્યભરમાં ૩૨ હજારથી વધારે પ્રાથમિક સ્કુલો આજે સવારે ખુલી જતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં સ્કુલો ફરી એકવાર બાળકોથી ગુંજી ઉઠતા નવો ઉત્સાહ ઉમેરાઈ ગયો હતો. જે બાળકો પ્રથમ વખત સ્કુલમાં પહોંચે છે તેમની સાથે તેમના વાલીઓ પણ પહોંચ્યા હતા. નર્સરી અને નાના ધોરણના બાળકો રડતા નજરે પડ્યા હતા જ્યારે મોટા ક્લાસના બાળકો ખુશખુશાલ દેખાયા હતા અને પોતાના મિત્રોને મળતા નજરે પડ્યા હતા. આ વખતે ગરમીનું પ્રમાણ વધારે હોવાના કારણે ઘણી સ્કુલોમાં વેકેશનને લંબાવવાની માંગ કરવામાં આવી હતી પરંતુ આ માંગને ફગાવી દેવામાં આવી હતી અને આજે સ્કુલો ખુલી ગઈ હતી.  મળેલી માહિતી મુજબ અમદાવાદ શહેરની કેટલીક સ્કુલોએ વેકેશનના ગાળાને વધુ ત્રણ દિવસ માટે લંબાવી દીધું છે જેના પરિણામ સ્વરુપે બાળકો હજુ બે ત્રણ દિવસ સુધી આરામ પર રહેશે. સ્કુલોની સાથે સાથે કોલેજો પણ હવે ટૂંક સમયમાં જ શરૂ થશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ કોલેજમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. કેટલીક સ્કુલો દ્વારા વેકેશનનો ગાળો લંબાવી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની ચહેલ પહેલથી સ્કુલો ફરી એકવાર ગુંજી ઉઠી હતી.ઉનાળા વેકેશનના ભાગરૂપે રવિવારનો દિવસ વેકેશનનો અંતિમ દિવસ રહ્યો હતો. ૩૫ દિવસી વધુ ગાળાની રજા રહ્યા બાદ  સ્કુલોમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ હતી. જો કે કેટલીક સ્કુલો દ્વારા વેકેશનનો ગાળો લંબાવી દેવામાં આવ્યો છે.  રવિવારનો દિવસ વેકેશનનો અંતિમ દિવસ હોવાથી બજારમાં ખરીદીનો માહોલ જામ્યો હતો. કેટલાક વાલીઓ તો પહેલાથી જ તમામ પ્રકારની ખરીદી કરી ચુક્યા છે. બજારમાં સ્કુલ યુનિફોર્મ, પુસ્તકો અને બુકો ખરીદવા માટે ભારે ભીડ જામી હતી.  નવા સત્રની શરૂઆત થયા બાદ વિદ્યાર્થીઓ ખુબ જ રોમાંચિત દેખાયા હતા. મોડી રાત્ર સુધી ખરીદી કરવામાં આવી હતી. સ્કુલ ખુલવાના એક દિવસ પહેલા પુસ્તકો ખરીદવા માટે બજારમાં ભારે ભીડ જામી હતી. અંતિમ દિવસે જોરદાર ખરીદી કરવામાં આવી હતી. રવિવાર હોવા છતાં બજારો બાળકોની ખરીદીને લઇને ખુલ્લા રાખવામાં આવ્યા હતા. કેટલીક સ્કુલો વેકેશનનો ગાળો વધુ ત્રણ દિવસ સુધી વધારો દીધો છે.

(9:23 pm IST)