વિસનગર નજીક સાળા સાથે થયેલ ઝઘડામાં ઉશ્કેરાયેલ પિતાએ પોતાની એક માસની પુત્રીની હત્યા કરતા અરેરાટી
વિસનગર: શહેરમાં ખેરાલુ રોડ ઉપર પાલડી ત્રણ રસ્તા પાસે વાદી લોકો રહે છે. જેમાં સાળા બનેવી વચ્ચેના ઝઘડામાં એક વ્યક્તિએ તેની પત્નીના હાથમાંથી એક માસની બાળકીને છીનવી જમીન ઉપર પટકતા ગંભીર ઈજાઓ થઈ હતી. જે બાળકીને સારવાર માટે લઈ જતા હતા તે દરમિયાન તેનુ મૃત્યુ થયું હતું. આ બનાવમાં વિસનગર પોલીસે કૃર પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વિસનગર ખેરાલુ રોડ ઉપર માટેલ હોટલની સામે ખુલ્લી જગ્યામાં લુણાવાડા તાલુકાના મોચીવાડીયા ગામના ચકાભાઈ મગનભાઈ જેસંગભાઈ વાદી તેની પત્ની તેજલબેન તથા પાંચ માસના બાળક સાથે ખુલ્લી જગ્યામાં પડાવ નાખી રહે છે. જેઓ સાવરણી બાંધી વેચવાનો વ્યવસાય કરે છે. ચકાભાઈ વાદી સાથે તેનો મોટો ભાઈ સુરેશબાઈ વાદી તથા અન્ય લોકો રહે છે. ચારેક દિવસ અગાઉ ચકાભાઈ વાદીનો સાળો રાયસંગભાઈ અરજણભાઈ વાદી તેની પત્ની રેખા તથા ત્રણ બાળકો સાથે વડનગરથી વિસનગર રહેવા આવ્યો હતો. જેમની સાથે બીજો સાળો સંજયભાઈ વાદી પણ વડનગરથી વિસનગર આવેલો.