ગુજરાત
News of Monday, 10th June 2019

પાલનપુરની બજારમાં કેરીની માંગ વધતા કેમિકલથી પકવતા હોવાનું કૌભાંડ ઝડપાયું

બનાસકાંઠા:ના વડા મથક પાલનપુરમાં ઉનાળાની મોસમમાં ફળોનો રાજા ગણાતી કેરીનું આગમન થતાં સ્વાદપ્રેમી લોકો કેરીની ધૂમ ખરીદી કરી રહ્યા ચે. જોકે બજારમાં કેરીની માંગ વધતાં કેટલાક તકસાધુ વેપારીઓ કાળી કમાણી કરી લેવા માટે કેમિકલ અને કાર્બાઈડથી પકવેલી અખાદ્ય કેરીઓનું વેચાણ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું કૃત્ય આચરી રહ્યા છે તેમ છતાં ફુડ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતા અખાદ્ય કેરીઓના ઉપયોગથી લોકોના આરોગ્ય સામે ખતરો તોળાઈ રહ્યો છે. પાલનપુરમાં અખાદ્ય કેરીઓ સહિત પેપ્સી, પાઉચ, કેન્ડી, બરફ, ગોળા, જ્યુશ અને શેરડી રસના કોલા ધમધમી ઉઠયા છે. જ્યાં તક્દન હલકી કક્ષાના ઠંડા પીણા લોકોને પધરાવવામાં આવી રહ્યા છે અને નિર્દોષ લોકો વેપારીઓ ઉપર આંધળો વિશ્વાસ મુકીને સ્વાદની આડમાં ઝેર પેટમાં પધરાવીને બીમારીને નોતરી રહ્યા છે. જન આરોગ્ય સાથે ચેડા કરતા અખાદ્ય પદાર્થો અને ચીજવસ્તુઓનું વેચાણ રોકવું અને લોકોના આરોગ્ય સુખાકારીની જાળવણી કરી તંત્રની પ્રાથમિક ફરજ બને છે તેમ છતાં પાલનપુરમાં કાર્બોઈડ અન ેખેતરમાં દવાનો છંટકાવ કરવાના પંપથી પકવેલી અખાદ્ય કેરીઓનું બેરોકટોક વેચાણ થઈ રહ્યુ છે અને બજારમાં અખાદ્ય પાણીની હાટડીઓ ધમધમી ઉઠી છે. તેમ છતાં જાણે ફુડ અને આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં હોય મામલે કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.

(5:37 pm IST)