ગુજરાત
News of Friday, 10th May 2019

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ સાથે છેતરપિંડી :મુંબઈની ટ્રાવેલ્સ એજન્સીએ વધુ રૂપિયા પડાવ્યા : પોલીસ ફરિયાદ

પી.ડી.એફ બનાવી એડીટ કરી રૂપિયા 1000 લખેલા હતા ત્યાં 1500 રૂપિયા લખી નાખ્યા

નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે, અહીં રોજના હજારો પ્રવસીઓ અહીં આવે છે, ત્યારે મુંબઈની એક ટ્રાવેલ્સ કંપની દ્વારા બે ગ્રાહકો સાથે ટિકિટમાં છેતરપિંડી કરાયાની ફરિયાદ થઈ છે.

  ટ્રાવેલ કંપનીએ એક હજાર રૂપિયાની જગ્યાએ પીડીએફ ફાઈલમાં ગોટાળો કરી 1500 રૂપિયા કરી 500 લેખે બે ટિકિટમાં એક હજાર રૂપિયાનો વધારો કર્યો હોવાની સ્ટેચ્યુના મામલતદારે ફરિયાદ આપતા કેવડિયા પોલીસે તપાસ હાથ ધરી છે.

    મળતી વિગત મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક કર્મચારીએ કેવડિયા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓનલાઇન એક્સપ્રેસ ટિકિટની કિમત રૂ 1000/- ની જગ્યાએ ટ્રાવેલ્સ એજન્સીએ ટિકિટ સ્કેન કરી જેની પી.ડી.એફ બનાવી એડીટ કરી જ્યાં રૂપિયા 1000 લખેલા હતા ત્યાં 1500 રૂપિયા લખી પ્રવાસીઓ પાસેથી 1500 ઉઘરાવ્યા એટલે ટ્રાવેલ્સ કંપની પ્રવાસીઓ સાથે 500 રૂપિયાનો છેતરપિંડી કરતી હતી.

   આમ સ્ટેચ્યુ પરથી આવા બે પ્રવાસીઓ મળી આવ્યા કે જેમની ટિકિટ 1500 રૂપિયાની હતી એટલે તેમને સ્ટેચ્યુના કર્મીઓએ વાત કરતા છેતરાયાનું સામે આવ્યું. ત્યારબાદ તે ટૂરિસ્ટે જણાવ્યું કે પુછાતા દિપક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની મુંબઈ સ્થિત એજન્સીએ છેતરપિંડી કરી હોવાનું જણાવ્યું હતું.
કેવડિયા પોલીસે સ્ટેચ્યુના મામલતદારની ફરિયાદના આધારે ગુનો નોંધી હાથ ધરી છે. જેની બીજા એજન્સીઓ પ્રવાસીઓ સાથે આવી છેતરપિંડીના કરે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવશે.

(12:51 am IST)