ગુજરાત
News of Friday, 10th May 2019

વડોદરા :એમએસ યુનિવર્સિટીમાં ઉત્તરવહી બહાર લાવી જવાબો લખતા બે ઝડપાયા

હંગામી પટાવાળા દ્વારા 900 રૂપિયામાં જવાબો લખવાનુઁ કૌભાન્ડ ;ત્રણ પટાવાળા વિરુદ્ધ ફરિયાદ

વડોડરા : મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરીવાર વિવાદમાં સપડાઈ છે આર્ટસ ફેકલ્ટીની સેન્ટ્રલ એસેસમેન્ટ સેલમાં ફરજ બજવતાં હંગામી ધોરણના પટાવાળા દ્વારા ૯૦૦ રૂપિયામાં ઉત્તરવહી યુનિવર્સિટીમાંથી બહાર લઇ જઈ જવાબો લાખવવાનું કૌભાંડ બહાર આવ્યું છે,આ કૌભાંડમાં સંડોવાયેલ ત્રણ પટાવાળા સામે યુનિવર્સિટી સત્તાધીશોએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ચિરાગ ગંગારામ અને અંકિત ફણશેની ધરપકડ કરી છે, જયારે એક કર્મચારી ફરાર છે.

   આ અંગે મળતી વિગત મુજબ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે તાજેતરમાં આર્ટસ ફેકલ્ટીમાં લેવાયેલી પરીક્ષાના પેપર તપસાઇ રહ્યા હતા. સેન્ટ્રલ એસસમેન્ટ સેલમાં પ્રાધ્યાપકો અને પટાવાળા સિવાય કોઈને પ્રવેશ નથી, ત્યારે ફરજ પરના હંગામી ધોરણે કાર્યરત પટાવાળાઓ દ્વારા જ ઉત્તરવહીઓની ચોરી કરી ગેરરીતિનું કૌભાંડ આચરવામાં આવતું હતું. પટાવાળાઓ સેન્ટ્રલ એસસમેન્ટ સેલમાંથી ઉત્તરવહી ચોરી બહાર લઇ જતાં અને વિદ્યાર્થીઓ જવાબ લખતા. તે બાદ પાછી એ ઉત્તરવહીઓ સેન્ટ્રલ એસસમેન્ટ સેલમાં મૂકી દેવામાં આવતી હતી. જે માટે તેઓ વિદ્યાર્થીઓ પાસેથી સપ્લીમૅન્ટરી દીઠ ૯૦૦ રૂપિયા લેતાં હતાં. આખા કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ઉત્તરવહીની સંખ્યા ગણતરીમાં ઓછી આવી.

આ અંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર એન. કે. ઓઝાએ જણાવ્યું કે, આ બાબતને યુનિવર્સિટી ઘણી ગંભીરતાથી લઇ રહી છે. ભવિષ્યમાં આવું ન બને તે માટે પણ કડકમાં કડક પગલાં લઇ રહ્યાં છે. કો-આર્ડિનેટરના ધ્યાનમાં આવ્યું હતું કે, ઉત્તરવહીના બંડલમાંથી અમુક ઉત્તરવહી ઓછી થઇ જતી હતી અને બે-ચાર દિવસ બાદ તે અન્ય બંડલમાંથી મળી આવતી હતી.

(10:44 pm IST)