ગુજરાત
News of Friday, 10th May 2019

સુરત જિલ્લામાં તોલ માપ વિભાગ દ્વારા ખાતર વિક્રેતાઓના ગોડાઉન પર દરોડો

સરદાર ડીએપી ની બેગ માં વજન ઓછું હોવાનું જણાયું

 

સુરતમાં પણ તોલમાપ વિભાગ દ્વારા જહાંગીરપુરા જિન કમ્પાઉન સહિત સમગ્ર જિલ્લામાં ખાતર વિક્રેતાઓના ગોડાઉન પર દરોડો પાડવામાં આવ્યો હતો. રેડ માં જીએસ એફસી ના સરદાર ડીએપી ખાતર ની બેગનું વજન ડિજિટલ વજન કાંટા પર કરવામાં આવતા દરેક બેગ માં ૩૦૦ થી ૫૦૦ ગ્રામ જેટલું વજન ઓછું નીકળ્યું હતું.

જ્યારે ઇફકો, જીએનએફસી કંપનીના પણ બેગનું વજન કરવામાં આવ્યું હતું ત્યારે બેગ માં પૂરતું વજન હોવાનું જણાયું હતું. જીએનએફસીની અન્ય ખાતરની બેગ માં પૂરતું વજન હતું પરંતુ સરદાર ડીએપી ની બેગ માં વજન ઓછું હોવાનું જણાયું હતું.

(10:41 pm IST)