ગુજરાત
News of Friday, 10th May 2019

મોડયુલર કિચનનું માર્કેટ કદ ૯,૧૦૦ કરોડ સુધી પહોંચ્યું

પેનાસોનિક દ્વારા મોડયુલર કિચનમાં હરણફાળ : પેનાસોનિક હોમ્સ એન્ડ લિવીંગે અમદાવાદમાં સૌપ્રથમ પ્રિમીયમ એલ-ક્લાસ મોડ્યૂલર કિચન સ્ટોર ખુલ્લો મુક્યો

અમદાવાદ, તા.૧૦ : ભારતમાં મોડયુલર કિચનની માર્કેટ સાઇઝ રૂ.૯૧૦૦ કરોડની છે. ગુજરાત સહિત દેશભરમાં હાઉસીંગ સેકટરમાં અંદાજે સાત કરોડથી પણ વધુ મકાનોની જરૂરિયાતને જોતાં એસેમ્બલ અને મોડયુલર કિચનની ડિમાન્ડ પણ ઘણી વધી રહી છે. તેમાં પણ જો પ્રીમીયમ કિચન અને લક્ઝરી કિચનની વાત કરીએ તો આ બંને સેગમેન્ટમાં જ લગભગ રૂ.૩૭૦૦ કરોડનું માર્કેટ છે. હવે ભારતમાં ચારથી આઠ લાખ રૂપિયાની કિંમતમાં પ્રીમીયમ કિચન અને રૂ.આઠ લાખથી વધુની કિંમતમાં લક્ઝરી કિચનનું વેચાણ વધ્યું છે. તો, દેશમાં હવે રૂ.૫૦થી ૬૦ લાખ કે તેથી પણ વધુ કિંમતના લક્ઝરી કિચનનો પણ ખાસ વર્ગ છે ત્યારે હવે જાણીતી પેનાસોનિક કંપનીએ પણ મોડયુલર કિચનમાં ગુજરાતમાં તેની હાજરી નોંધાવી છે અને ગુજરાતનો તેનો સૌપ્રથમ સ્ટોર અમદાવાદમાં શરૂ કર્યો છે. ગુજરાતના ગ્રાહકો મેપલ ટ્રી, મણીચંદ્ર સોસાયટી, થલતેજ ખાતે સ્થિત ૨૦૦૦ ચોરસ ફૂટમાં પથરાયેલા અત્યાધુનિક સ્ટોરમાંથી વર્લ્ડકલાસ, વિશ્વાસપાત્ર અને ટકાઉ મોડયુલર કિચન ખરીદ કરી શકશે એમ અત્રે પેનાસોનિક લાઇફ સોલ્યુશન્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર વિવેક શર્મા અને જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર દિનેશ અગ્રવાલે જણાવ્યું હતુ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  પેનાસોનિકનો મોડ્યૂલર કિચન બિઝનેસ ૧૯૬૩માં જાપાનમાં શરૂ થયો હતો અને અસંખ્ય વેરાયટીઓ અને કિચન કેબિનેટના લે-આઉટ, સ્ટોરેજ અને એસેસરીઓ જાપાનમાં આશરે ૬ મિલીયન ગ્રાહકોને પૂરી પાડતા અને વર્ષો વીતતા ભારે વૃદ્ધિ કરી છે. પેનાસોનિક હવે ભારતમાં મોડ્યૂલર કિચનની વધતી જતી માગને પહોંચી વળવા માટે ભારતીય મોડ્યૂલર કિચન માર્કેટમાં પણ પોતાનો વિસ્તાર કરવા માટે સજ્જ છે. પેનાસોનિક ઇલેક્ટ્રિકલ કંસ્ટ્રક્શન સામગ્રી, હાઉસિંગ, વિવિધ ઇલેક્ટ્રોનીક્સ ટેકનોલોજીઓ અને ઓટોમોટીવ સ્પેસ ક્ષેત્રેની અનેક મોટા ઘરેલુ ઉત્પાદકોમાંની એક છે જેણે આજે ગુજરાતમાં અમદાવાદ ખાતે સૌપ્રથમ પ્રિમીયમ એલ ક્લાસ મોડ્યૂલર કિચન સ્ટોરના પ્રારંભની જાહેરાત કરી છે. ગુજરાતના ગ્રાહકો મેપલ ટ્રી, મણીચંદ્ર સોસાયટી, થલતેજ ખાતે સ્થિત ૨૦૦૦ ચોરસ ફૂટમાં પથરાયેલા સ્ટોરની મુલાકાત લઇ શકે છે. પેનાસોનિક લાઇફ સોલ્યુશન્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર વિવેક શર્મા અને જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર દિનેશ અગ્રવાલે વધુમાં ઉમેર્યું કે, આ નવો સ્ટોર ઘણો મોટો છે અને અત્યંત નવીન પ્રોડક્ટ્સ ઓફર કરે છે, જે ખરા અર્થમાં ગ્રાહકોનું સ્વર્ગ બનાવે છે. ફેશનેબલ છતા ડિઝાઇનના હાર્દમા આંતરરાષ્ટ્રીય પ્રવાહોને રાખતા, એલ-ક્લાસ મોડ્યૂલર કિચન નવીનીકરણનો ખ્યાલ છે. તેની રેન્જમાં ડાઇનીંગ હોલ માટે વધારાના આકર્ષણ તરીકે સુંદર રીતે ડિઝાઇન કરેલ વિવિધ સ્ટાઇલોનો સમાવેશ થાય છે. એલ-ક્લાસ ડિઝાઇન ત્રણ માળનુ કંપાર્ટમેન્ટ છે, જે સામાન્ય મોડેલ કરતા સૌથી વધુ સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે અને તે ગોબા, ડાઘા પડતા રોકે છે અને પ્રોડક્ટનો એકંદરે દેખાવ જાળવી રાખે છે. વધુમાં એલ-ક્લાસ કિચન મોડેલ ફ્લોર સોકર કહેવાતા ખાસ ફીચરની સાથે ૧૦ ટકા વધુ સ્ટોરેજ ક્ષમતા ઓફર કરે છે. આ મોડેલ અર્થક્વેક લોકીંગ સિસ્ટમ મારફતે સુરક્ષાની ખાતરી આપે છે જે કેબિનેટના કન્ટેન્ટને ધરતીકંપ સામે રક્ષણ આપે છે અને સંભવિત નુકસાનને ટાળે છે. તેમજ સેફ્ટી સ્ટ્રીપ અને ડસ્ટ રેસિસ્ટન્સની સવલત પ્રોડક્ટના આયુષ્યને એકંદરે સમૃદ્ધ બનાવવામાં મદદ કરે છે. પેનાસોનિક ટાયર-૧ અને ટાયર-૨ શહેરોને સર કરીને મોડ્યૂલર કિચન સ્ટોર્સમાં ઝડપી વિસ્તાર કરવા ઇચ્છે છે. ૨૦૧૯ના વર્ષમાં કંપની ભારતમાં ૧૧ સ્ટોર ખોલવાનો લક્ષ્યાંક ધરાવે છે, જયારે ૨૦૨૦ સુધીમાં આશરે ૩૧ શહેરોમાં કંપની પોતાની હાજરી ધરાવવાનો લક્ષ્યાંક સેવે છે. પેનાસોનિક ગ્રાહકોને સર્વિસીઝમાં સરળ એક્સેસ અને જરૂર હોય ત્યારે નિષ્ણાતની સલાહ પૂરી પાડીને ગ્રાહકનો સંતોષ પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક સેવે છે. અમારો ઉદ્દેશ આરામદાયક જીવન પર્યાવરણ અને જીવનશૈલી પૂરી પાડવાનો છે. પેનાસોનિકના એલ- ક્લાસ કિચન, ભારતમાં પ્રવર્તમાન કિચનમાં અગાઉ જોયા ન હોય તેવા અનેક નીવન ફીચર્સ ધરાવે છે અને તેમની ડિઝાઇન આપેલી સ્પેસના મહત્તમ ઉપયોગ પર કેન્દ્રિત છે. એલ-ક્લાસ કિચન અત્યંત ભવ્ય અને ભારે ઉપયોગી છે. અમે ભારતીય માર્કટને પોસાય તેવા લક્ઝરી કિચન આપવામાં માનીએ છીએ.

(8:54 pm IST)