ગુજરાત
News of Friday, 10th May 2019

તારાપુર ચોકડી નજીક પુરપાટ ઝડપે જતી ટ્રકની હડફેટે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે મહિલા પૈકી એકનું સારવાર દરમ્યાન મોત

તારાપુર: ચોકડી પાસે આવેલી હોટલ નજીક પુરપાટ ઝડપે જતી એક ટ્રકની ટક્કરે ઘવાયેલી બે મહિલાઓ પૈકી એકનું સારવાર દરમ્યાન વડોદરાની હોસ્પિટલમાં મોત થતાં આ અંગે તારાપુર પોલીસે ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર પાદરા તાલુકાના માસર ગામે રહેતા યોગેશભાઈ પરમારના પિતા સુરેશભાઈની પોરબંદર નજીક આવેલા કોયલા ડુંગર સ્થિતિ હરિસિદ્ઘિ માતાની બાધા રાખી હોય તે પુરી કરવા માટે ગત ૩૦મી તારીખના રોજ બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે-૦૬, એવી-૯૦૬૨ ભાડે કરીને પિતા સુરેશભાઈ, ગૌતમભાઈ, માતા ગંગાબેન, પત્ની નીરાલીબેન, સોનલબેન તથા પડોશમાં રહેતા ગાયત્રીબેન અરવિંદભાઈ પ્રજાપતિ ગયા હતા. બાધા પુરી કર્યા બાદ પરત ફરતા હતા ત્યારે પહેલી તારીખના રોજ વહેલી સવારના પાંચેક વાગ્યાના સુમારો તારાપુર ચોકડીએ આવેલી પેરેમાઉન્ડ હોટલ પાસે બોલેરો ગાડી ચા-નાસ્તો કરવા માટે ઊભી રાખી હતી. 

(5:42 pm IST)