ગુજરાત
News of Friday, 10th May 2019

ડાંગના અંતરિયાળ વિસ્તારમાં પોલિસે બાઈક ચોરીની શંકાના આધારે યુવકની ધરપકડ કરી કસ્ટડીમાં રાખ્યો

વાંસદા:ડાંગ જિલ્લાનાં અંતરીયાળ વિસ્તારનાં એક સગીરવયનાં છોકરાને આહવા પોલીસે બાઈક ચોરીની શંકાનાં આધારે પોલીસ કસ્ટડીમાં રાખી કાયદેસર માર મારવાની ચોંકાવનારી ઘટના બનતા ડાંગ પોલીસની કામગીરી શંકાનાં દાયરામાં આવી જવા પામી છે.

મળતી માહિતી અનુસાર આહવા તાલુકાનાં તળેટી વિસ્તારનાં એક ગામમાંથી ૧૬ વર્ષિય સગીર યુવકને આહવા પોલીસે બાઈક ચોરીની શંકા વચ્ચે પોલીસ મથકમાં લાવી ભારે સીતમ ગુજાર્યુ હોવાનું આહવા કોર્ટનાં નામદાર વિદ્ધાન ન્યાયાધીશનાં ધ્યાને આવતા ભોગ બનનાર સગીર યુવકને ખુદ ન્યાયાધીશે સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાવી પી.એસ.આઈ. સહિત કોન્સ્ટેબલ સામે કાયદાનો કોરડો વીંઝતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે. 

(5:37 pm IST)