ગુજરાત
News of Friday, 10th May 2019

સુરતની જીવનજ્યોત હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે દરોડા પાડી તબીબને ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરતા ઝડપી સોનોગ્રાફી મશીન સીલ કર્યું

સુરત:વરાછા લંબે હનુમાન રોડ પર જીવન જયોત હોસ્પિટલમાં આજે આરોગ્ય વિભાગે દરોડા પાડીને બે હોમિયોપેથીક ડોકટરને ગેરકાયદે  ગર્ભ પરીક્ષણ કરતા આબાદ ઝડપી પાડીને સોનોગ્રાફી મશીન સીલ મારવાની સાથે  મોબાઇલ ફોન કબ્જે લઇ બન્ને ડોકટરો વિરૂધ્ધ કોર્ટમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

વરાછા લંબે હનુમાન રોડની વર્ષો સોસાયટી વિભાગ-૨ માં બે હોમીયોપેથીક ડોકટર સાગર પટેલ અને દિનેશ પટેલ દ્વારા જીવન જયોત હોસ્પિટલ શરૂ કરીને અંદર પોર્ટેબલ સોનોગ્રાફી મશીન લાવીને ગેરકાયદે પરીક્ષણ તેમજ ગર્ભપાત કરતા હોવાની ફરિયાદ થઇ હતી. આ ફરિયાદના આધારે તે અંગે પહેલા ખરાઇ કરાઇ હતી. ત્યારબાદ આજે સુરત જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી હસમુખ ચૌધરીએ પોલીસ બંદોબસ્ત સાથે હોસ્પિટલમાં દરોડા પાડયા હતા. 

(5:36 pm IST)