ગુજરાત
News of Friday, 10th May 2019

સુરત: બ્રેન્ડેડ જાહેર યુવકે અંગોનું દાન કરી ત્રણ વ્યક્તિને નવજીવન આપ્યું

સુરત:બાઇક સ્લીપ થયા બાદ ખેડાના યુવાનને  બ્રેનડેડ જાહેર કર્યા બાદ તેના પરિવારે કિડની અને લીવરનું  દાન કરીને ત્રણ વ્યકિતને નવજીવન  આપ્યુ હતું. 

ખેડા જીલ્લામાં થાસરા તાલુકાના ખીજલપુરની પ્રાથમિક શાળા પાસે રહેતા ૩૫ વષીૅય મહેશ કાભઇભાઇ પરમાર ગત તા.૩ જી એ પોતાના ઘરેથી ફાગવેલ ગામે બાઇક ઉપર જતા હતા ત્યારે ઉમરેઠ અને ડાકોરની વચ્ચે આદર્શ હોટેલ પાસે બાઇક સ્લીપ થતા નીચે પડી જતા ડિવાઇડર સાથે અથડાતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. નડિયાદ બાદ કરમસદમાં  ખાનગી હોસ્પિટલમા  સારવાર હેઠળ ગઇ કાલે  તેમને ડૉકટરે  બ્રેઈનડેડ જાહેર કર્યો, તેની જાણકારી ડોનેટ લાઈફની ટીમને કરાતા હોસ્પીટલ પહોંચી મહેશના પિરિવારના અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું હતુ. 

(5:36 pm IST)