ગુજરાત
News of Friday, 10th May 2019

સુરતના સચિન ગભેણી વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ ભભુકતા અફડાતફડી: કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો

સુરત:સચિન ગભેણી વિસ્તારમાં પેટ્રોલ પંપ ની બાજુમાં વેસ્ટેજ  ચીંધીના ગોડાઉનમાં મોડી રાત્રે અચાનક આગ ભડકી ઉઠી હતી. કેમિકલના ખાલી ડ્રમના કારણે  આગ ભીષણ બની  હતી. આગમે પગલે  સ્થળ ઉપર અડાતફડી મચી ગઈ હતી.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સચિન રોડ પર ગભેણી ચોકડી પાસે પેટ્રોલ પંપ નજીક એક ખુલ્લા પ્લોટમાં વેસ્ટેઝ ચીંધી,કેમીલકના ખાલી ડ્રમ,પુઠ્ઠા સહિતની ચીજવસ્તુઓ મૂકવાનું ગોડાઉન બનાવવામાં આવ્યું છે. આ ખુલ્લા પ્લોટમાં ૧૫ થી ૨૦ જેટલા વ્યક્તિઓ પોતાનો વિવિધ ભંગારનો સામાન પોતે નક્કી કરેલી જગ્યા પર મુકતા હતા . 

(5:35 pm IST)