વડોદરામાં અમીદર્શન સોસાયટીમાં આઇપીએલ પર સટ્ટો રમાડતા બે શખ્સોને પોલીસે બાતમીના આધારે ઝડપ્યા
વડોદરા:પરિવાર ચાર રસ્તા પાસેની અમીદર્શન સોસાયટીમાં આઇપીએલની ગઇકાલે રમાતી મેચ પર રમાતા સટ્ટા પર પોલીસે દરોડો પાડી બે વ્યક્તિની ધરપકડ કરી છે જ્યારે બુકીને વોન્ટેડ જાહેર કર્યો છે. ગ્રાહકોના નામો કોડવર્ડથી લખેલી બે નોટબુક મળતા પોલીસે તે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે ગઇકાલે આઇપીએલની સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચેની સેમિ ફાઇનલ સમાન રસાકસીભરી મેચ રમાતી હતી અને આ મેચમાં અમીદર્શન સોસાયટીના એક મકાનમાં સટ્ટો રમાડાય છે તેવી બાતમીના આધારે પાણીગેટ પોલીસે દરોડો પાડી તાલીબ ગુલામ દુધવાલા અને મુકેશ નાથાલાલ ધોબીને ઝડપી પાડયા હતા. પોલીસે મકાનમાંથી ૧૦ મોબાઇલ, એક ટીવી, સેટ ટોપ બોક્સ, કેલક્યુલેટર અને એક સ્કૂટર, રોકડ મળી કુલ ૬૧૮૬૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.