ગુજરાત
News of Friday, 10th May 2019

આજે-કાલે કયાંક છાંટાછુટીની શકયતા

હવે ગરમી સાથે બફારાનો પણ અનુભવ થવા લાગ્યો : આજે અને આવતીકાલે તાપમાન નીચુ જ રહેશે. ત્યારબાદ તાપમાન ૩૯ થી ૪૨ ડિગ્રી આસપાસ રહેશે. એટલે કે તાપમાન નોર્મલ આસપાસ જ રહેશે. તા.૧૪ થી તાપમાન પાછુ ઘટાડા તરફ આવશે. પવનો પશ્ચિમી, ઉત્તર પશ્ચિમી, દક્ષિણ પશ્ચિમી રહેવાની શકયતા છે અને પવનનું જોર વિસ્તાર પ્રમાણે વધ-ઘટ જોવા મળશે. કચ્છમાં પવનનું જોર સવિશેષ રહેશે. સૌરાષ્ટ્રમાં પણ પવનનું જોર રહેશે. ભેજનું પ્રમાણ પણ વધુ રહેશે, બફારો પણ વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજયના અલગ અલગ વિસ્તારોમાં વાતાવરણ પલટાયુ છે. આજે કોઈક કોઈક વિસ્તારમાં વાદળો અને છાંટાછુટી કે ઝાપટા જોવા મળે તેવી શકયતા છે.

-સાપુતારાના હવામાનમાં પલ્ટોઃ ગાઢ ધુમ્મસ છવાયંુ : સુરતઃ દક્ષિણ ગુજરાતમાં આવેલા ગિરિમથક સાપુતારામાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજયભરમાં કાળઝાળ ગરમી છે.જોકે સાપુતારામાં ગાઢ ધુમ્મસની ચાદર છે.અને આહલાદક વાતાવરણથી પ્રવાસીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણથી ઉનાળાની ગરમીમાં સાપુતારા પહોંચેલા પ્રવાસીઓની ખુશી બેવડાઈ છે.(૩૦.૫)

-કચ્છમાં વાતાવરણમાં પલ્ટોઃ ભારે પવન સાથે ધૂળની ડમરી : કચ્છમાં આજે માવઠા-પવનની આગાહી વચ્ચે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને આજે બપોરે નારાયણ સરોવર, કોટેશ્વર પંથકમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને લખપતના જુદા જુદા વિસ્તારોમાં તેજ પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી

-વલસાડના ધાનેરીયામાં કસમોસમી વરસાદઃ વાતાવરણમાં પલટોઃ વાવાઝોડા અને વરસાદની આગાહીઃ અનેક ગામોમાં પડયો વરસાદઃ માવઠુ થતા કેરીના પાકને નુકશાનની ભીતી

-નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં ફરી વધારો : પાણીની અછત વચ્ચે રાહતના સમાચારઃ નર્મદા ડેમ મે મહિનામાં અત્યાર સુધીની સૌથી ઉચી સપાટીએઃ ઉપરવાસમાંથી ૪.૪૧૪ કયુસેક પાણીની આવકઃ નર્મદા ડેમની હાલની સપાટી ૧૧૯.૫૭ મીટરઃ જળ સપાટીમાં ૩ સેમીનો વધારો નોંધાયો

(2:52 pm IST)