ગુજરાત
News of Friday, 10th May 2019

અમદાવાદની હોસ્પિટલમાં પ્રથમ વખત ૧૬ કલાકમાં ૨૫ સફળ બેરીયાટ્રીક સર્જરી

અમદાવાદ : ગુજરાતમાં સૌ પ્રથમવાર કે.ડી. હોસ્પિટલ અને ડો.મનીષ ખેતાન (બેરીયાટ્રીક સર્જન, રોબોટીક જી.આઈ.સર્જન) દ્વારા ૨૫ બેરીયાટ્રીક સર્જરી (વજન ઓછુ કરવાની સર્જરી) ૧૬ કલાકમાં યોજાઈ હતી. પ્રથમ સર્જરી શરૂ કરી અને બીજા દિવસે છેલ્લી સર્જરી પૂરી કરી ૨૫ સર્જરીમાંથી ૧૩ આર.વાય.જી.બી. (રોકસ - એન. વાય ગેસ્ટ્રીક બાયપાસ) અને ૧૨ ગેસ્ટ્રીક સ્લિવ્સ હતા. ૨૫ દર્દીઓમાં ૧૬ સ્ત્રી અને ૯ પુરૂષો હતા. કે.ડી. હોસ્પિટલમાં બેરીયાટ્રીક સર્જરી હાથ ધરવા માટે ખૂબ જટીલ કુશળ સ્ટાફ અને ડોકટરો સજ્જ છે અને ડો.મનીષ ખેતાનની કુશળતા સાથે ૩૦૦૦થી વધારે બેરીયાટ્રીક સર્જરી કરવાનો અનુભવ છે.

સ્વાસ્થ્ય પર સ્થુળતાના વધતા જોખમને જાગૃત કરવા માગીએ છીએ. ૨૫ સર્જરી સફળતાપૂર્વક થઈ અને બધા ૨૫ દર્દીઓ ઘરે જવા માટે તૈયાર છે. કે.ડી.હોસ્પિટલે એક સંપૂર્ણ ઉપયોગીતા બેરીયાટ્રીક સુવિધા બનાવી છે. જે ૨૫ દર્દીઓમાં દરેકને ૩ દિવસ માટે એક સાથે રાખી શકે છે. જેમાં પ્રિ -ઓપરેશન, મૂલ્યાંકન, સર્જરી અને પોસ્ટ ઓપરેશન મૂલ્યાંકન સામેલ છે. કે.ડી. હોસ્પિટલે બેરીયાટ્રીક નર્સ, બેરીયાટ્રીક દર્દીઓ માટે બેરીયાટ્રીક ડાયેટીશીયન, બેરીયાટ્રીક દર્દીની સર્જરી પછી સાઈકોલોજીસ્ટ અને કેટરીંગ મેનેજમેન્ટ કહેવામાં આવ્યુ છે.

(2:51 pm IST)