ગુજરાત
News of Friday, 10th May 2019

'ફાની'વાવાઝોડું: અસરગ્રસ્તો માટે અદાણી ગૃપે મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 કરોડની સહાય કરી

પુનર્વસન માટે સરકારના પ્રયાસોને સંપૂર્ણ ટેકો આપશે.

નવી દિલ્હી :અદાણી ગૃપ દ્વારા તાજેતરમાં ઓરિસ્સામાં આવેલા વિનાશક 'ફાની' ચક્રવાતથી અસરગ્રસ્ત લોકોના પુનર્વસન માટે ઓરિસ્સાના 'મુખ્યમંત્રી રાહત ફંડ'માં .25 કરોડની સહાયની જાહેરાત કરી છે. દેશવાસીઓની ઉન્નતિ માટે હંમેશાં પ્રયાસરત અદાણી ગૃપ ઓરિસ્સાના અસરગ્રસ્ત વિસ્તારોના પુનર્વસન માટે સરકારના પ્રયાસોને સંપૂર્ણ ટેકો આપશે.

 અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સી.ઇ.ઓ. કરણ અદાણીએ જણાવ્યું હતું કે, 'ઓરિસ્સામાં ચક્રવાત 'ફાની' દ્વારા થયેલા વિનાશથી અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ. ઓરિસ્સાવાસીઓ પર અચાનક આવી પડેલી આફતમાં અદાણી ગૃપ રાજ્યના વહીવટીતંત્ર અને અસરગ્રસ્તોની સાથે છે. આ સમયે તાત્કાલિક રાહત માટે અમે મુખ્યમંત્રી રાહત ભંડોળને રૂ.25 કરોડ ફાળવવા પ્રતિબદ્ધ છીએ. આગળ જતા, અમે મોટા પાયે થનાર પુનર્વસનની કામગીરી માટે અમારા મહત્વના સંસાધનો પણ પ્રદાન કરવાની યોજના બનાવીએ છીએ. અમે ઓરિસ્સાના લોકોને ખાતરી આપીએ છીએ કે અદાણી ગૃપ આ રાજ્યને ફરીથી સુંદર બનાવવા ખભે-ખભા મિલાવી કામગીરી કરશે.'

(12:44 pm IST)