ગુજરાત
News of Friday, 10th May 2019

અમદાવાદ જીલ્લામાં પાણીની પૂરતી વ્યવસ્થાઃ તોમર

જીલ્લા પ્રભારી સચિવ સૂનયના તોમર-કલેકટર ડો. વિક્રાંત પાંડે દ્વારા ખાસ સમીક્ષા બેઠક

અમદાવાદમાં જીલ્લામાં પીવાના પાણી અંગે માહિતી આપતા પ્રભારી સચિવ સૂનયના તોમરે-જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે નજરે પડે છે

રાજકોટ, તા. ૧૦ :. અમદાવાદમા જીલ્લામાં પીવાના પાણીની પુરતી વ્યવસ્થા છે અને હાલના સમયમાં જીલ્લાના એક પણ ગામમાં પાણીની ટેન્કરની જરૂરત નથી તેમ જીલ્લાના અધિકારીઓ સાથેની બેઠક બાદ પ્રભારી સચિવ શ્રી સૂનયના તોમરે જણાવ્યુ હતું.

તેમણે ઉમેર્યુ હતુ કે ધંધુકા, રંગપુર, લાલસર આ ત્રણેય ગામમાં પાણીની પુરતી વ્યવસ્થા છે. બેઠકમાં જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે તથા અન્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેએ ઉમેર્યુ હતું કે, મે ના અંત સુધીમાં પાણીની જરૂર પડશે તો ટેન્કરો દોડાવાશે. જીલ્લામાં જળ અભિયાન અંતર્ગત ૪૫૦થી કામોનું આયોજન છે. જેમાંથી ૩૯ પુરા કરી લેવાયા છે, ૧૬૭ ચાલી રહ્યા છે. જીલ્લામાં ૬ ઘાસ ડેપો બનાવાયા છે. જેમાં આજ સુધી ૭૪૪ લાખ ટન ઘાસ અપાયુ છે.

(12:01 pm IST)