ગુજરાત
News of Friday, 10th May 2019

તીવ્ર પવન સાથે વરસાદ થવા માટેની ચેતવણી જારી કરાઈ

અપર એર સાઈક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ : રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો એકાએક ગગડ્યો

અમદાવાદ,તા.૯ : દક્ષિણી રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત ઉપર અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ બની રહી છે. જેના પરિણામ સ્વરૂપે તેની સીધી અસર જોવા મળી શકે છે. આગામી દિવસોમાં વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે. હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદ પડવાની ચેતવણી પણ જારી કરી છે. સાથે સાથે ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાની ચેતવણી પણ જારી થઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છ ખાસ કરીને રાજકોટ, પોરબંદર, અમરેલી અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. પાટણ, સાબરકાંઠામાં પણ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે વરસાદ પડવાની પૂર્ણ શક્યતા રહેલી છે. આજે આંશિક વાદળાછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં ઘટાડો થયો હતો. આજે પારો ૩૯.૮ ડિગ્રી રહ્યો હતો. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કોર્પોરેશન તરફથી લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. હાલમાં હવામાનમાં આવેલા પલ્ટા વચ્ચે સૌરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેથી ગરમીથી આંશિક રાહત મળી હતી પરંતુ હવે ગરમીનું પ્રમાણ ફરી વધવાની શક્યતા છે. આજે સોમવારની સરખામણીમાં પારો વધ્યો હતો.  હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગો ખાસ કરીને રાજકોટ, પોરબંદર, કચ્છમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. ઉત્તર  ગુજરાતમાં બનાસકાંઠામાં હળવા ઝાપટા પડવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. હાલમાં બેવડી સિઝન ફરી વાર જોવા મળી રહી છે. કારણ કે તાપમાનમાં સતત ફેરફાર જોવા મળે છે. હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હાલમાં કોઈ વધારે ફેરફારની સ્થિતિ જોવા મળશે નહીં.  હિટવેવને લઇને કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી જેથી સામાન્ય લોકોને રાહત થઇ છે. જોકે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

ક્યાં કેટલું તાપમાન.....

         અમદાવાદ, તા. ૯ : ગુજરાતમાં ક્યાં કેટલું મહત્તમ તાપમાનમાં નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ............................................. વરસાદ (ઇંચમાં)

અમદાવાદ.................................................... ૩.૯૮

ડિસા............................................................ ૩૭.૮

ગાંધીનગર................................................... ૩૮.૮

વડોદરા........................................................ ૩૭.૮

સુરત.............................................................. ૩૩.

અમરેલી....................................................... ૩૭.૪

ભાવનગર..................................................... ૩૫.૪

રાજકોટ........................................................ ૩૭.૩

(8:52 am IST)