ગુજરાત
News of Friday, 10th May 2019

અમદાવાદના ઇસનપુરમાં કિશોરી ગર્ભવતી :પાડોશી કિશોર પર દુષ્કર્મનો આરોપ

એક જ ધોરણમાં હોવાથી બંને એકબીજાના ઘરે ભણવાના બહાને મળતા :બનેંના ઘરે કોઈ હાજર નહોતું ત્યારે દુષ્કર્મ :બે માસનો ગર્ભ હોવાનું ખુલ્યું

અમદાવાદના ઇસનપુર વિસ્તારની એક સોસાયટીમાં ધોરણ 9માં અભ્યાસ કરતી કિશોરીને બે માસનો ગર્ભ રહી જતાં બાજુમાં રહેતા તેના જેટલા જ કિશોર પર દુષ્કર્મનો મામલો નોંધાયો છે.  હાલ ઇસનપુર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે ઇસનપુર વિસ્તારમાં આજુબાજુમાં રહેતા અને એક જ ધોરણમાં ભણતા કિશોર અને કિશોરી અવારનવાર સાથે ભણવાનાં બહાને મળતા હતાં. તેઓ એકબીજાને ઘરે પણ જતા હતાં.તેવામાં બંનેના ઘરે કોઈ હાજર ન હોવાથી સગીર વિદ્યાર્થીએ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું હતું. 14 વર્ષની વિદ્યાર્થિનીને થોડા સમય પહેલા પેટમાં દુઃખાવો થયો હતો. જે બાદ ડોક્ટરને બતાવતા બે માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યુ હતું. આ મામલાની જાણ થતાં કિશોરીનાં પરિવારે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

(8:42 pm IST)