ગુજરાત
News of Thursday, 10th May 2018

ખારીકટ કેનાલને ગંદગીથી બચાવશે તીસરી આંખ હવે 53 જગ્યાએ 104 સીસીટીવી કેમેરા લગાવાશે

ખારીકટ કેનાલમાંથી 7365 ટન કચરો બહાર કાઢવામાં આવ્યો; હજુ સફાઇ ચાલુ છે.

 

અમદાવાદ :રાજ્યમાં જળસંચય અભિયાન માટે તળાવો ઊંડા કરાઇ રહ્યા છે અને નદીઓ પણ ઉંડી કરાઈ રહી છે ત્યારે અમદાવાદમાં આવેલી ખારીકટ કેનાલને પણ સાફ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. આસપાસના લોકો અને ઉદ્યોગો દ્વારા કેનાલમાં કચરો નાંખવામાં આવે છે અને ગંદા પાણીનો નીકાલ કરવામાં આવે છે પણ હવે પછી આવુ થાય તે માટે ખારીટક કેનાલ પર 53 જગ્યાએ 104 સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે.

   ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ આજે ખારીકટ  કેનાલની મુલાકાત લીધી હતી અને સફાઇ અભિયાનનુ નિરીક્ષણ કર્યું હતુ. ખારીકટ કેનાલમાંથી 7365 ટન કચરો બહાર કાઢવામાં આવ્યો છે અને હજુ સફાઇ ચાલુ છે.

     પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, હવે પછી ખારીકટ કેનાલમાં કોઇ ગંદકી કરશે કે કચરો ફેંકશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 53 જગ્યાએ 102 સીસીટીવી કેમેરા લગાડશે અને તે દ્વારા મોનીટરીંગ કરશે. પ્રદિપસિંહ જાડેજાની મુલાકાત સમયે અમદાવાદ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા

(1:27 am IST)