ગુજરાત
News of Thursday, 10th May 2018

સારું પરિણામ ન આવતા સુરતની 12 સાયન્સની વિદ્યાર્થિનીએ ઝેર ગટગટાવ્યું

સુરતઃ માંડવી ખાતે 12 સાયન્સની સ્ટુડન્ટે ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિણામમાં ફેઈલ થયા બાદ નિરાશ થેયલી સ્ટુડન્ટે ઘરમાં જ ઝેરી દવા પી લીધી હતી. જેથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. માંડવીના તડેશ્વર ખાતે કિંજલ અરવિંદભાઈ પટેલ પરિવાર સાથે રહેતી હતી. પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. કિંજલ પરિવારની મોટી દીકરી હતી. અને એક ભાઈ અને એક બહેન છે. કિંજલે માંડવી ખાતે આવેલી ફ્લાઈ સ્કૂલમાં 12 સાયન્સનો અભ્યાસ કરી પરિક્ષા આપી હતી. જેનું આજ રોજ રિઝલ્ટ આવ્યું હતું. કિંજલે મોબાઈલ ફોનમાં પોતાનું રિઝલ્ટ જોયું હતું. તયારબાદ નિરાશ થઈ ગઈ હતી.

(5:38 pm IST)