ગુજરાત
News of Thursday, 10th May 2018

રાજ્યમાં ગરમીનું જોર યથાવત :અમરેલીમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન

સુરેન્દ્રનગરમાં 42.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 42.6 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું

અમદાવાદઃ રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથવાત્ રહ્યું છે. સૌથી વધુ મહત્તમ તાપમાન અમરેલીમાં 43 ડિગ્રી નોંધાયું છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે.

 રાજ્યમાં ગરમ પવન ફૂંકાવાને કારણે મહત્તમ તાપમાન યથાવત્ રહ્યું છે. બપોરે અગનગોળાની વર્ષાથી લોકો ગરમીનો વધુ અનુભવ કરી રહ્યા છે. મોડી સાંજ સુધી પણ ગરમ પવન ફૂંકાવાથી અને બફારો થતાં લોકો હેરાનપરેશાન થઈ રહ્યા છે.

   આજે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન અમરેલી નોંધાયું છે. અમરેલીમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 42.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 42.6 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગરમાં 41 ડિગ્રી, ઈડરમાં 41 ડિગ્રી, સુરતમાં 41.2 ડિગ્રી, ભાવનગરમાં 40.2 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી અને ભુજમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી નોંધાયું છે.

    આજે દેશમાં એક બાજુ ગરમીના પ્રમાણમાં વધારો થતા જાય છે તો  અમુક રાજ્યમાં ભૂકંપના આંચકા આવ્યા છે તેમ અમુક રાજ્યમાં વાવાઝોડા-પવન, વરસાદ પડવાના બનાવો બન્યા છે. રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબમાં ભૂકંપના આંચકા અનુભવાતાં લોકો ભયના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા. બપોરે આશરે 4.15 કલાકે ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ 6 નોંધાય હતી, જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી.

(11:46 pm IST)